ગુજરાતની રાજકોષીય ખાદ્ય અને જાહેર દેવું રાષ્ટ્રીય સ્તરે ન્યૂનતમ પૈકી રાખવા સાથે ગુજરાતે સતત ઊંચો આર્થિક વિકાસ દર જાળવી રાખ્યો છે : રાજ્યના નાણામંત્રી(સંપૂર્ણ સમાચાર સેવા)
Gandhinagar, તા. ૨૦
વિધાનસભા સત્રનો આજે બીજો દિવસ હોત. ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઈ ૨૦ ફેબ્રુઆરીના રોજ એટલે આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રજૂ કર્યુ છે. આજે નાણામંત્રી કનુ દેસાઇએ સતત ચોથી વખત બજેટ રજૂ કર્યુ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે માટે ૩,૭૦,૨૫૦.૩૫ કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. આ સાથે પાછલા વર્ષની સરખામણીમાં ૩૭,૭૮૫ કરોડ જેટલું વધારે છે. બજેટના પ્રારંભમાં તેમણે જણાવ્યુ છે કે, વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાના પ્રણેતા અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા ગુજરાતના પનોતાપુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વાર ભારતનું સુકાન સંભાળવા બદલ માનનીય મુખ્યમંત્રી અને ગુજરાતની સમગ્ર જનતા વતી હું અભિનંદન પાઠવું છું. આ સાથે તેમણે વડાપ્રધાનના વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને સાકાર કરવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકાર વિકસિત ગુજરાત ૨૦૪૭ની પરિકલ્પનાને સિદ્ધ કરવા કટિબદ્ધ છે. આ સાથે તેમણે મહિલા, ખેડૂત, યુવાન, ગરીબ, શ્રમિક તથા અન્ય અનેક ક્ષેત્રો અંગે મહત્ત્વની જાહેરાત કરી છે.
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભા ગૃહમાં રાજ્યનું વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રજૂ કર્યું છે. રૂ.૩.૭૦ લાખ કરોડનું બજેટ રાજ્યની જનતા માટે અનેક યોજનાઓ અને લાભ લઈને આવ્યું છે. નાણામંત્રીએ મધ્યમવર્ગ, ખેડૂત, વિદ્યાર્થીઓ તેમજ મહિલાઓ અને બેરોજગાર યુવાવર્ગને ભેટ આપી છે. નાણામંત્રીએ બજેટ રજૂ કરતા ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. જેમાં ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજનાનો અમલ, ૯૭ ટકા ગામોમાં દિવસે વીજળી મળી રહી છે, યોજનાને વધુ સુદ્રઢ કરવા માટે ૨૧૭૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
કનુભાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદના સભર “પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-૨૦૨૪થી શરૂઆત કરવામાં આવેલ હોય જેમાં ૩૨,૨૭૭ શાળાઓના ૪૧ લાખ વિદ્યાર્થીઓને લાભ મળતા હોય જેના માટે આ બજેટમાં કુલ ૬૧૭ કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે.
બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે ૨૭૪ કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે.
શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ ૨૯૦ કેન્દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે ૨૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ એમએસએમઈને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. જેમાં સ્જીસ્ઈ અને સ્ટાર્ટઅપની વિવિધ યોજનાઑ માટે ૩૬૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ છે. ટેક્સટાઇલ નીતિના કારણે ૫ લાખ લોકોને રોજગાર મળશે. વધુમાં ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી
વિવિધ સહાયો માટે બે હજાર કરોડ રૂપિયાની ફાળવણી
નાણામંત્રીએ દિવ્યાંગજનો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે. જેમાં ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે. આ યોજના હેઠળ ૮૫ હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક ૧૨ હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે.
નાણામંત્રીએ સરકારી આવસને વેગ આપવા પર ફોકસ કર્યું છે. ગુજરાતના ગરીબો માટે ત્રણ લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રૂ. ૨૦૦ કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. આવાસ ખરીદવા પર સરકાર ૧.૭૦ લાખ રૂપિયા સબસિડી આપશે.
ગુજરાતની શિક્ષણ પદ્ધતિ ૨૧મી સદીની આવશ્યકતાઓ અને વૈશ્વિક બજારની માંગ અનુસાર બદલાઈ રહી છે. ટેકનોલોજી, ઇનોવેશન અને કુશળતા વિકાસ દ્વારા વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગત્યનો ભાગ ભજવશે.મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે ૨૫ હજારથી વધુ વર્ગખંડોના માળખાગત સુધારણા માટે ૨૯૧૪ કરોડની જોગવાઇ.
રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ૭૮૨ કરોડની જોગવાઇ. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે ૨ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ૨૫૦ કરોડની જોગવાઇ. એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન માટે ૨૨૩ કરોડની જોગવાઇ.
સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજીત ૨૨ હજાર કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે.
મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ હેઠળ અંદાજે ૭૫ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ૧૦૦ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત અંદાજે ૯૦ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ૭૦ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે ૭૮ હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા ૪૧૦ કરોડની જોગવાઇ.
એલ.ડી.ઈજનેરી કોલેજ-અમદાવાદ ખાતે ડેમોન્સ્ટ્રેટીવ આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબ અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબની સ્થાપના માટે ૧૭૫ કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ૨૫૦૦ વિદ્યાર્થીઓને સહાય આપવા ૩૨ કરોડની જોગવાઇ.
વિદ્યાર્થીઓ ગ્રીન એનર્જી, સેમિકન્ડકટર, ફિનટેક, એરોસ્પેસ વગેરે વિષયોમાં કૌશલ્ય વિકાસ થકી આગામી સમયમાં ઉદ્ભવનાર તકનો લાભ મેળવી શકે તે હેતુથી ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી માટે ૧૦૦ કરોડની જોગવાઇ.
રાજ્યનો વિદ્યાર્થી વધુ તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ અને સ્પર્ધાત્મક બને તે માટે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ અંતર્ગત ૩૦ કરોડની જોગવાઇ.
અમદાવાદના ૈ-ૐેહ્વની તર્જ પર રાજ્યમાં ૦૪ પ્રાદેશિક કેન્દ્રોની સ્થાપનાનું આયોજન. ૈ-ૐેહ્વ મારફતે સ્ટાર્ટઅપ્સ-ઇનોવેટર્સને નાણાકીય સહાય માટે ૨૫ કરોડની જોગવાઇ. શોધ યોજના અંતર્ગત પી.એચ.ડી. કોર્સમાં સંશોધન કરતાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે ૨૦ કરોડની જોગવાઇ.
દ્ગછછઝ્ર અને દ્ગૈંઇહ્લ રેન્કિંગમાં સારા પ્રદર્શન હેતુ પાંચ કાર્યરત સરકારી કોલેજોના વર્ગખંડોને સ્માર્ટ ક્લાસરૂમ બનાવવા માટે ૮ કરોડની જોગવાઇ.
રાજ્ય સરકાર વર્ષ ૨૦૩૦ સુધીમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ૫૦% ઘટાડાના ધ્યેય સાથે રાજ્યના તમામ લોકોની આરોગ્ય અને સુખાકારી વધુ મજબૂત બનાવવા કાર્યશીલ છે. જે માટે હું આ વિભાગના ૨૦,૧૦૦ કરોડના બજેટમાં ૧૬.૩૫%નો વધારો કરી ૨૩,૩૮૫ કરોડની જોગવાઇ સૂચવું છું.
વર્ષ ૨૦૨૩-૨૪ના નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ ર્ય્ર્ઙ્ઘ ૐીટ્ઠઙ્મંર ટ્ઠહઙ્ઘ ઉીઙ્મઙ્મ મ્ીૈહખ્ત (જીડ્ઢય્ ૈંહઙ્ઘીટ ર્દ્ગ.૩) માં ગુજરાતે દેશના તમામ રાજ્યોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો, ગરીબ અને મધ્યમ વર્ગના એમ કુલ મળી અંદાજે ૨ કરોડ ૬૭ લાખ લોકોને કેશલેસ સારવાર માટે ૩૬૭૬ કરોડની જોગવાઇ.
આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ બેન્કના સહકારથી શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે ૪૦૦ કરોડની જોગવાઇ.
અમદાવાદની જેમ મેડીસિટી પ્રકારની ઝોનવાઇઝ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાના અમારા નિર્ધાર અન્વયે વડોદરા ખાતે મલ્ટી સ્પેશિયાલિટી તેમજ કાર્ડિયાક માટેની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણાધીન છે. તે ઉપરાંત સુરત ખાતે કાર્ડિયાક, કિડની અને યુરોલોજી સેવાઓ; રાજકોટ ખાતે કેન્સર અને કાર્ડિયાક સેવાઓ; ગાંધીનગર ખાતે કાર્ડિયાક, કિડની અને યુરોલોજી સેવાઓ શરૂ કરવા ૨૩૧ કરોડની જોગવાઇ. કેન્સરના દર્દીઓને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ, અમદાવાદ સુધી સારવાર લેવા ન આવવું પડે અને નજીકમાં સુવિધા ઉપલબ્ધ બને તે માટે વલસાડ, ગોધરા, હિંમતનગર અને પોરબંદર ખાતે સારવાર શરૂ કરવા ૧૯૮ કરોડની જોગવાઇ.
બી. જે. મેડીકલ કોલેજ-અમદાવાદ, મેડીકલ કોલેજ-વડોદરા અને એમ. પી. શાહ મેડીકલ કોલેજ-જામનગર ખાતે પી.જી.ના વિધાર્થીઓ માટે હોસ્ટેલનું બાંધકામ કરવા ૧૩૭ કરોડની જોગવાઇ.
સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે ૧૦૦ કરોડની જોગવાઇ.
સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે તાત્કાલિક સારવારની સેવાઓ સુદ્રઢ કરવા ૫૨ કરોડની જોગવાઇ.
આદિજાતિ અને સામાન્ય વિસ્તારના સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સાધન સામગ્રી પૂરી પાડવા માટે ૫૨ કરોડની જોગવાઇ.
એમ્બ્યુલન્સની સુવિધા સુદ્રઢ બનાવવા માટે ૧૦૮ ઇમરજન્સી સેવા હેઠળ ૨૦૦ નવી એમ્બ્યુલન્સ માટે ૪૮ કરોડની જોગવાઇ.
સુરત અને વડોદરા ખાતે ગાયનેક, પિડીયાટ્રીક વિભાગ અને સંલગ્ન નિયોનેટલ આઈ.સી.યુ., ઓબ્સેટ્રેટિક આઈ. સી. યુ., ગાયનેક આઈ. સી. યુ. વગેરેની સેવાઓ તથા પિડીયાટ્રીક સર્જરી વિભાગ શરૂ કરવા માટે ૪૪ કરોડની જોગવાઇ.
નર્સિંગ કોલેજ, સુરત અને જામનગર ખાતે વિધાર્થીનીઓ માટે ગર્લ્સ હોસ્ટેલનું બાંધકામ કરવા ૪૧ કરોડની જોગવાઇ.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર માટે ગાંધીનગર-અમદાવાદ ખાતે ખોરાક અને ઔષધના નમૂના તેમજ જુનાગઢ, મહેસાણા અને વલસાડ ખાતે ખોરાકના નમૂનાઓની ચકાસણી માટે આધુનિક પ્રયોગશાળા ઊભી કરવા ૨૮ કરોડની જોગવાઇ.
ગવર્મેન્ટ સ્પાઈન ઈન્સ્ટીટયુટ, અમદાવાદ ખાતે સ્પાઈનલ સર્જરી, ઓક્યુપેશનલ થેરાપી અને પ્રોસ્થેટીક અને ઓર્થોટીક વિભાગોમાં શૈક્ષણિક હેતુ માટે ૧૦ કરોડની જોગવાઇ.
આયુષ સેવાઓ અદ્યતન બનાવવા સરકારી આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજ, હોસ્પિટલો તથા દવાખાનામાં તબીબી ઉપકરણો માટે વિશેષ જોગવાઇ કરવામાં આવી છે.
Gujarat Budget 2025 Highlights
ગુજરાત વિધાનસભામાં રાજ્યનું વર્ષ ૨૦૨૫-૨૬નું ૩ લાખ ૭૦ હજાર ૨૫૦ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી કનુ દેસાઇએ સામાન્ય બજેટમાં ઘર વિહોણા લોકો માટે મોટી જાહેરાત કરી હતી. આવાસ યોજનાની સહાયમાં ૫૦ હજાર રૂપિયાનો વધારો કરાયો હતો. પહેલા આવાસ યોજના માટે ૧.૨૦ લાખ રૂપિયાની સહાય અપાતી હતી. હવે આવાસ યોજના માટે ૧.૭૦ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ઘરનું ઘરનું સ્વપ્ન સાકાર કરવા ૩ લાખ આવાસ પૂરા પાડવાનું આયોજન છે. બજેટમાં પોષણલક્ષી યોજના માટે ૮,૨૦૦ કરોડ રૂપિયા, મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે ૨૦૦ કરોડ,ITIને અપગ્રેડ કરવા માટે ૪૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. તે સિવાય ૧૦ જિલ્લામાં ૨૦ સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે. ૮૧ લાખ લાભાર્થીઓને શિષ્યવૃતિ આપવા ૪૮૨૭ કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ હતી. મેન્યુફેકચરિંગ પાર્ક અને ટેક્સટાઈલ નીતિથી પાંચ લાખ રોજગારીનું સર્જન કરવામાં આવશે. તે સિવાય SC-ST-OBC ને અભ્યાસ માટે ૬ ટકા વ્યાજે લોન આપવાની પણ જોગવાઇ કરાઇ હતી. મહાનગરોમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે. વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ મળતી લોન અને સબસિડીની રકમમાં વધારો કરાયો હતો.
જાણો બજેટમાં શું કરાઇ મોટી જાહેરાતો?
-પોષણલક્ષી યોજના માટે ૮,૨૦૦ કરોડ રૂપિયાની ફાળવણી
-મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે ૨૦૦ કરોડની ફાળવણી
ITIને અપગ્રેડ કરવા માટે ૪૫૦ કરોડની જોગવાઈ
-આંગણવાડી યોજના માટે ૨૭૪ કરોડ રૂપિયા
-શ્રમિક બસેરા યોજના માટે ૨૦૦ કરોડ રૂપિયા
-ચાર રીજીયનમાંI-HUB સ્થાપવાનું આયોજન
-રાજ્યની ૬ એન્જિનિયરીંગ કોલેજમાં AI લેબની સ્થાપના
SC-ST-OBCને અભ્યાસ માટે ૬ ટકા વ્યાજે લોન
-એલડી સહિત ૬ કોલેજોમાં AI લેબ સ્થપાશે
-મહાનગરોમાં વર્કિંગ વુમન હોસ્ટેલ
-રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વેની જાહેરાત
-અંબાજીના વિકાસ માટે ૧૮૦ કરોડ રૂપિયા
-ઉદ્યોગ અને ખાણ માટે ૮,૯૫૮ કરોડ રૂપિયા
-કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૨૨,૪૯૮ કરોડ રૂપિયા
-સામાન્ય વહિવટ વિભાગ માટે ૧,૯૯૯ કરોડ રૂપિયા
-મહેસુલ વિભાગ માટે ૫,૪૨૭ કરોડ રૂપિયા
-ગૃહ વિભાગ માટે ૧૨,૬૫૯ કરોડ રૂપિયા
-કાયદા વિભાગ માટે ૨,૬૫૪ કરોડ રૂપિયા
-માહિતી અને પ્રસારણ વિભાગ માટે ૩૬૨ કરોડ રૂપિયા
-ઉર્જા અન પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે ૬,૭૫૧ કરોડ રૂપિયા
-વન અને પર્યાવણ વિભાગ માટે ૩,૧૪૦ કરોડ રૂપિયા
-કલાઈમેન્ટ ચેન્જ માટે ૪૨૯ કરોડ રૂપિયા
-પંચાયત, ગ્રામગૃહ નિર્માણ માટે ૧૩,૭૭૨ કરોડ રૂપિયા
-બંદરો અને વાહન વિભાગ માટે ૪,૨૮૩ કરોડ રૂપિયા
-વિદ્યા અને પ્રોધ્યોગીકી વિભાગ માટે ૨,૫૩૫ કરોડ રૂપિયા
-ઉઘોગ અને ખાણ વિભાગ માટે ૧૧,૭૦૬ કરોડ રૂપિયા
-પ્રવાસન યાત્રાઘામ માટે ૨,૭૪૮ કરોડ રૂપિયા
-મધ્યાહન ભોજન માટે ૭૨ તાલુકામાં સેન્ટ્રલાઇઝ્ડ કિચન
-મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે ૨૦૦ કરોડની ફાળવણી
-ખેડૂતોને વીજ સહાય માટે ૧૦ હજાર ૬૧૩ કરોડની જોગવાઈ
-ટ્રેક્ટર ખરીદી સહાય માટે ૮૦૦ કરોડની જોગવાઈ
-ઓજારોની ખરીદીમાં સહાય આપવા ૫૯૦ કરોડની જોગવાઈ
-ડ્રોન અને સીડ રિપ્લેસમેન્ટ રેટ યોજના માટે ૮૨ કરોડની જોગવાઈ
-નેનો ખાતર વપરાશ વધારવા ૭૩ કરોડની જોગવાઈ
-ડિજિટલ ક્રોપ સર્વેની નવી યોજના અંતર્ગત ૪૦ કરોડની જોગવાઈ
-ખેડૂત સુવિધા રથ માટે ૧૯ કરોડની જોગવાઈ
-૧૩ એગ્રી એક્સપોર્ટ ઝોનનો પ્રી-ફિઝીબિલિટી રીપોર્ટ તૈયાર કરવા આયોજન
-કચ્છ, અમદાવાદ, જુનાગઢ, વડોદરા, હાલોલમાં મેગા ફૂટ પાર્ક નિર્માણ કરાશે
-બાગાયત ખાતાની યોજના માટે ૬૦૫ કરોડની ફાળવણી
-જામનગરમાં નવી કૃષિ કોલેજ અને થરાદમાં કૃષિ ઈજનેરી કોલેજની સ્થાપના થશે
-કૃષિ યુનિવર્સિટીઓ માટે ૧ હજાર કરોડની જોગવાઈ
-પ્રાકૃતિક કૃષિની પ્રવૃતિઓ માટે ૩૧૬ કરોડની જોગવાઈ
-નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ માટે ૯૦ કરોડની જોગવાઈ
-મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના માટે ૪૭૫ કરોડની જોગવાઈ
-મુખ્યમંત્રી નિશુલ્ક પશુ સારવાર યોજના હેઠળ ૪૫ કરોડની જોગવાઈ
-નવા ૨૫૦ સ્થાયી પશુ દવાખાના અને નવા ૧૫૦ ફરતા પશુ દવાખાના માટે ૩૪ કરોડની જોગવાઈ
-ગીર ગાયના સંરક્ષણ માટે પોરબંદરના ધરમપુરમાં સુવિધા માટે ૨૩ કરોડની જોગવાઈ
-૬૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવનારને વાર્ષિક ૧૨ હજારની સહાય
-આદિજાતિના સર્વાંગ વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના
-આંગણવાડી યોજના માટે રૂ. ૨૭૪ કરોડની ફાળવણી
-પઢાઈ ભી પોષણ ભી યોજના માટે ૬૧૭ કરોડની જોગવાઈ
-પોષણલક્ષી યોજના માટે રૂ. ૮૨૦૦ કરોડની ફાળવણી
-ઘરનું ઘર સ્વપન સાકાર કરવા ૩ લાખ આવાસ પૂરા પાડવાનું આયોજન
-નવા ઘરની ખરીદી પર રૂ. ૧.૭૦ લાખની સબસિડી
-પેન્સનરોની ઘર આંગણે જ હયાતીની ખરાઈ કરી શકાશે
-એલડી સહિત ૬ કોલેજોમાં છૈં લેબ સ્થપાશે
-૪૧ લાખ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ
-મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના માટે ૬૧૭ કરોડ રૂપિયાની જોગવાઈ
-શિક્ષણ વિભાગ માટે ૫૯ હજાર ૯૯૯ કરોડની જોગવાઈ
-શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે ૨,૭૮૨ કરોડની જોગવાઈ
-આરોગ્ય અને પરિવહન-કલ્યાણ વિભાગ માટે ૨૩,૩૮૫ કરોડની જોગવાઈ
-સામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ માટે ૬,૮૦૭ કરોડની જોગવાઈ
-મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ૭,૬૬૮ કરોડની જોગવાઈ
-અન્ન-નાગરિક અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે ૨,૭૧૨ કરોડની જોગવાઈ
-રમત-ગમત, યુવા-સાંસ્કૃતિક પ્રવૃતિના વિભાગ માટે ૧,૦૯૩ કરોડની જોગવાઈ
-માર્ગ-મકાન વિભાગ માટે ૨૪,૭૦૫ કરોડ રૂપિયાની જોગવાઈ
-આદિજાતિ વિકાસ માટે ૫,૧૨૦ કરોડ રૂપિયાની જોગવાઈ
-શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે ૩૦,૩૨૫ કરોડ રૂપિયાની જોગવાઈ
-પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે ૧૩,૭૭૨ કરોડ રૂપિયા
-નર્મદા, જળસંપતિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ માટે ૨૫,૬૪૨ કરોડ રૂપિયા
-ભાડભૂત બેરેજ યોજના માટે ૮૭૬ કરોડ રૂપિયાની જોગવાઈ
-૧૪૫૦ ડિલક્સ અને ૪૫૦ મીડી બસ એમ કુલ ૧૮૫૦ નવી બસ
-૨૦૦ પ્રીમિયમ એસી બસો અને ૧૦ કાર વાન મુકાશે
-એસટી બસના અકસ્માત નિવારવા માટે ઓડિયો-વીડિયો એલર્ટ સિસ્ટમ ગોઠવાશે
-નવલખી અને મગદલ્લા બંદર માટે ૨૫૦ કરોડ રૂપિયા
-યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે ૨,૭૪૮ કરોડ રૂપિયા
-માછીમારો માટે માળખાકીય સુવિધા ઉભી કરાશે
-તમામ જિલ્લાઓમાં પ્રવાસ વિકાસ સોસાયટીની કરાશે સ્થાપના
-દાહોદમાં નવું ગ્રીન ફિલ્ડ એયરપોર્ટ વિકસાવાશે
-પોરબંદર, ભાવનગર, સુરત એરપોર્ટના વિસ્તરણ માટે ૨૧૦ કરોડ રૂપિયા
-પારસી સર્કિટ, ક્રૂઝ ટુરિઝમ, બીચ હોટલ્સ માટે ૫૦ કરોડની જોગવાઈ
-નાના શહેરોને મોટા શહેરોનો હવાઈ માર્ગે જોડવા ૪૫ કરોડની જોગવાઈ