Rajkot,તા.26
વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ ખાતે સજાગ નારી સમૃદ્ધ નારી સુત્રને સાર્થક બનાવવા તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આર.બી.આઇ. અમદાવાદ દ્વારા નાણાકીય સાક્ષરતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ તરફથી ભુપેન્દ્ર ત્રિપાઠી આસિ. જનરલ મેનેજર, નાણાકીય સમાવેશન અને વિકાસ ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ જ સરળ અને અસરકારક શૈલીમાં આર.બી.આઇ.ના દિવ્યાંગજનો માટેના સ્પેશિયલ પરિપત્રની વિગતવાર છણાવટ કરેલ.