Morbi,તા.04
મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ કરનાર, જાહેરમાં કચરો ફેંકી ગંદકી કરનાર, કચરો સળગાવનાર અને જાહેરમાં થુંકનાર પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો છે ઉપરાંત ચોમાસું નજીક હોવાથી નાલાની સફાઈ કામગીરી પણ કરવામાં આવી રહી છે
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ગત સપ્તાહે પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ કરનાર અને ગંદકી કરનાર આસામીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરશ કરનાર કુલ ૮૭ આસામી પાસેથી રૂ ૩૫,૨૦૦ દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને ગંદકી કરનાર ૨૫ આસામી પાસેથી રૂ ૧૩,૬૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો તેમજ જાહેરમાં કચરો સળગાવનાર ૩ પાસેથી રૂ ૧૩૦૦ અને જાહેરમાં થુંકનાર ૫ પાસેથી રૂ ૭૦૦ અને જાહેરમાં યુરીનેશન કરતા એક પાસેથી રૂ ૧૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો તેમજ કમિશ્નર દ્વારા શહેરના વિવિધ વિસ્તારની વિઝીટ કરી ૧૦ આસામી પાસેથી રૂ ૧૩,૭૦૦ દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ કરનાર ૭ વેપારીને રેડ નોટીસ આપવામાં આવી હતી
ચોમાસાને ધ્યાને લઈને પ્રી મોન્સૂન અંતર્ગત આલાપ રોડ પર આવેલ નાલુ, બિસ્મીલા હોટેલથી બુઢા બાવાવાળી શેરીનું નાલુ, લોહાણા પરા શાક માર્કેટ નાલાની સફાઈ અને વીસી હાઈસ્કૂલ અંદરથી ધોળેશ્વર સુધી નાલાની સફાઈ કામગીરી કરવામાં આવી હતી