Morbi,તા,25
વઘાસીયા ટોલનાકા નજીક આવેલ સેનેટરી વેર કારખાનામાં રાત્રીના ભીષણ આગ લાગી હતી જેથી મોરબી અને રાજકોટ ફાયરની ટીમો દોડી ગઈ હતી આખી રાત પાણીનો મારો ચલાવ્યા બાદ સવારે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી
વાંકાનેર વઘાસીયા ટોલનાકા નજીક આવેલ એકવા ટોપ સેનેટરી વેર કારખાનામાં મોડી રાત્રીના આગ લાગી હતી આગ ક્યાં કારણોસર લાગી હતી તે સ્પષ્ટ થયું નથી ફેકટરીમાં આગની જાણ થતા મોરબી તેમજ રાજકોટથી ફાયરની ટીમો દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો જોકે આગ ભીષણ બની હોવાથી આખી રાત મોરબી અને રાજકોટ ફાયરની ટીમના જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો અને સવારે આગ પર કાબુ મેળવી સક્યો હતો ફેકટરીમાં કેટલું નુકશાન થયું તેનો આંક હાલ જાણી શકાયો નથી સદનસીબે કોઈ જાનહાની થઇ નથી