આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર શહેરના અલગ અલગ ત્રણ સ્થળોએ આગ લાગવાની ઘટના બની હતી.જેમાં પ્રથમ રાત્રિના ૧.૨૫ કલાકે શહેરના ભીલવાડા સર્કલ પાસે પાર્ક કરવામાં આવેલી અજ્ઞાાનભાઈ સદીકભાઈ શેખની માલિકીની કાર નંબર જીજે ૦૧ એચએ ૦૦૯૨ માં અચાનક આગ ભભુકી ઉઠી હતી.આગ લાગ્યાનો સંદેશો ફાયર બ્રિગેડને મળતા ફાયર સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.અને સ્થાનિકોની મદદ વડે આગ પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી.આગ લાગવાનું કારણ અને નુકશાની જાણવા મળી નથી.જ્યારે બીજા બનાવમાં વહેલી સવારના સમયે શહેરના જૂના બંદર રોડ પર આવેલ ભોતેશભાઈ અમૃતભાઈ ઝાલાવાડિયાની માલિકીના અંબિકા પ્લાસ્ટિકના નામના પ્લાસ્ટિકના દોરડા બનાવવાના કારખાનામાં આગ ભભુકી ઉઠી હતી.કારખાનામાં દોરડા બનાવવા માટે પ્લાસ્ટિક નો જથ્થો પડયો હોય જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આગ લાગ્યાંનો સંદેશો મળતા ફાયર સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયો હતો અને આગ પર બે ગાડી પાણીનો છંટકાવ કરી આગને બુઝાવી દીધી હતી.આગમાં પ્લાસ્ટિકના દોરડા અને દોરડા બનાવવાનું મટીરિયલ ખાક થઈ જવા પામ્યું હતું.આગ લાગવાનું કારણ અને નુકશાની જાણવા મળી નથી.ત્રીજા બનાવમાં ભાવનગર શહેરના માલધારી સોસાયટીમાં આવેલા ઝાડમાં આગ ભભુકી ઉઠી હતી.આગ લાગ્યા નો સંદેશો ફાયર બ્રિગેડને મળતા ફાયર સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને આગ પર પાણી છાંટી આગને કાબૂમાં લીધી હતી.
Trending
- Junagadh ના ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહંત મળી આવ્યા!
- શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો
- ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય
- Indian women’s cricket team નો વિજય – એક ક્રાંતિ, એક નવી શરૂઆત
- Harmanpreet એવું કામ કરી દીધું છે કે ટ્રોફી કાયમ માટે તેની સાથે જ રહેશે
- અંતિમ તબક્કામાં India-US ની ટ્રેડ ડીલ, વ્હાઇટ હાઉસનો દાવો
- Mumbai માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી ખુશ શહેર
- સંરક્ષણ દળોમાં અરાજકતા ફેલાવવાનો રાહુલનો પ્રયાસ : રાજનાથસિંહ

