New Delhi,તા.21
ન્યાયતંત્રમાં પણ ઉચ્ચ સ્થાનો પર ભ્રષ્ટાચારના એક કેસમાં દિલ્હી હાઈકોર્ટના એક ન્યાયમૂર્તિના નિવાસે લાગેલી આગ બાદ દોડી ગયેલા ફાયરબ્રિગેડે આગ ઓલવવાની કામગીરી સમયે એક રૂમમાં જંગી માત્રામાં રોકડ પણ મળી આવતા સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સ્તબ્ધ થઈ ગયા હતા અને આ ન્યાયમૂર્તિની તાત્કાલિક અન્ય હાઈકોર્ટમાં બદલી કરી દેવામા આવી હતી.
દિલ્હી હાઈકોર્ટના જજ શ્રી યશવંત શર્મા અને તેમનું કુટુંબ આ માંગ સમયે હાજર ન હતુ પણ તેમના સતાવાર નિવાસે આગની જવાળા દેખાતા જ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને આગ ઓલવવા તાળા તોડીને ઘરમાં પ્રવેશ કરીને ફાયર બ્રિગેડે કાર્યવાહી શરૂ કરી તે સમયે એક રૂમમાંથી ખોખામાં જંગી રોકડ મળી આવી હતી.
જે તુર્તજ સલામત બહાર લાવીને સતાવાળાઓને સુપ્રત કરાઈ શકે. આ અંગે તુર્તજ સુપ્રીમકોર્ટનો રિપોર્ટ કર્યો થયો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સંજીવ ખન્ના એ આ પ્રકારે હાઈકોર્ટના જજના નિવાસે જંગી રોકડ મળી તેને ગંભીરતાથી લેતા તુર્તજ જસ્ટીસ યશવંત વર્માની તાત્કાલીક અલ્લાહાબાદ હાઈકોર્ટમાં તેમની બદલી કરાઈ છે.
આ માટે વર્ચ્યુઅલ કોલેજીયમ પણ બોલાવાઈ હતી. જસ્ટીસ ધનંજય વર્મા 2021માં દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર થયા હતા. પાંચ જજોની કોલેજીયમે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે અને ફકત ટ્રાન્સફર જ નહી વધુ તપાસ અને આકરા પગલા પણ જજ સામે લેવાશે તેવા સંકેત છે અને જજ અમોને રાજીનામુ આપવા પણ જણાવાશે. જો કે તેમને હોદા પરથી દુર કરવા સંસદની મંજુરી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે 1999માં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર સામે કામ લેવા જે આંતરિક નીતિ બતાવી હતી.
જેમાં ભ્રષ્ટાચારના આક્ષેપોમાં પણ જેઓ બંધારણીય કોર્ટના ન્યાયમૂર્તિ (હાઈકોર્ટ કે સુપ્રીમકોર્ટ) હોય તેની સામે જજના જવાબ બાદ તપાસના આદેશ થાય છે. જે ન્યાયતંત્રની પોતાની હોઈ શકે છે અને તેમાં સુપ્રીમકોર્ટના એક ન્યાયમૂર્તિ અને બે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ પણ સામેલ કરાય છે અને તેમાં તારણ પરથી આગળ વધવામાં આવે છે.
હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિએ બંધારણીય અદાલતોના ન્યાયમૂર્તિ ગણાય છે તેની તેમની સામે ભ્રષ્ટાચાર કે તેવી ફરિયાદો સામે કાર્યવાહીની એક અલગ પ્રક્રિયા છે.
સૌ પ્રથમ દોષીત જણાયે ન્યાયમૂર્તિને રાજીનામુ આપવા જણાવાઈ શકે છે.
જો રાજીનામુ આપવા ઈન્કાર કરે તો તેમની સામે ઈનહાઉસ એટલે કે ન્યાયતંત્રની જ તપાસ શરૂ થાય છે.
જેમાં ફરિયાદ પરથી મુખ્ય ન્યાયમૂર્તિ સુપ્રીમકોર્ટના એક જજના વડપણ હેઠળ બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની તપાસ કમીટી રચે છે.
જો જજની સામેના આક્ષેપો કે ફરિયાદ ગંભીર પ્રકારની હોય તો તેમને હોદા પરથી દુર કરવા સંસદને અધિકાર છે.
અગાઉ 2008માં રૂા.15 લાખની રોકડ ધરાવતું એક પેકેટ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ નિર્મલજીત કૌરના નિવાસે અપાયું હતું જેની તપાસ થતા આ પેકેટ ન્યાયમૂર્તિને જ આપવા માટે હોવાનું સાબીત થયુ હતુ અને તે મુજબ કાર્યવાહી થઈ હતી.