Bhavnagar, તા.4
ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલ બાળકોની હોસ્પિટલ વાળા કોમ્પ્લેક્સમાં આજે સવારે વિકરાળ આગ ભભૂકી ઉઠતા ભારે દેકારો બચી ગયો હતો. કોમ્પલેક્ષ માં નીચે લાગેલી આગ ઉપરની હોસ્પિટલોમાં ફેલાતા હોસ્પિટલ અને લેબોરેટરીમાં રહેલ બાળકો અને દર્દીઓમાં ભારે દેકારો મચી ગયો હતો.
ફાયર બ્રિગેડ આવે તે પહેલા લોકોએ રેસ્ક્યુ કરી કેટલાક બાળકોને બચાવી લીધા હતા. બનાવની જાણ થતા જ જિલ્લા કલેકટર અને પોલીસ કાફલો બનાવ દોડી ગયો હતો.
પ્રાપ્ત થતી માહિતી મુજબ આજે સવારે શહેરના વિસ્તારમાં સમીપ કોમ્પ્લેક્સ કે જેમાં મોટાભાગે બાળકોની હોસ્પિટલ છે અને લેબોરેટરી આવેલી છે. ત્યાં આગ લાગતા અને આગ સમગ્ર બિલ્ડિંગના ઉપરના ભાગે પણ ફેલાતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
હોસ્પિટલમાં અને લેબોરેટરીમાં રહેલા બાળકો અને તેના વાલીઓ તથા સ્ટાફમાં ભારે અફડા તફડી મચી ગઈ હતી. હોસ્પિટલમાં દાખલ થયેલ બાળકો ના વાલીઓમાં ચિંતા ની લાગણી ફેલાઈ હતી. જોકે ફાયર બ્રિગેડ આવે તે પહેલા સ્થાનિક લોકોએ કેટલાક બાળકો નું રેસ્ક્યુ કરી હોસ્પિટલની બહાર ખસેડ્યા હતા.
બનાવવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો બનાવતા દોડી ગયો હતો અને બચાવ કામગીરી શરૂ કરી છે. જિલ્લા કલેકટર ડો. મનીષ બંસલ, તથા અન્ય અધિકારીઓ પદાધિકારીઓ બનાવ દોડી ગયા હતા.
આગ સમાચાર બહાર આવતા જ જે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે તેના સગા સંબંધીઓ મોટી સંખ્યામાં બનાવ સ્થળે દોડી ગયા હતા. અને ચિતા ભરી પૂછપરછ કરી રહ્યા હતા.
આ લખાય છે ત્યારે હજુ પણ આગ ચાલુ છે અને ફાયર બ્રિગેડ બચાવ ની કામગીરી અને આગ ઉપર કાબુ મેળવવામાં જહેમત ઉઠાવી રહી છે. કાળાનાળા વિસ્તારમાં નવજાત બાળકોની હોસ્પિટલમાં આગ ફાટી નીકળી ફાયર બ્રિગેડ પહોંચે એ પહેલાં આપપાસના રહિશોએ બારીમાંથી આઠથી દસ બાળકોને બહાર કાઢયા હતા.

