Morbi,તા.13
આગ પર કાબુ મેળવવા પાલિકા પાસે ફાયર બ્રિગેડ જ નથી
વાંકાનેર શહેરમાં દિવાનપરા વિસ્તારમાં મુખ્ય રોડ પર આવેલ વ્રજ રેસીડેન્સીમાં સવારે ૬.૩૦ વાગ્યાની આસપાસ કોઈ કારણસર આગ લાગતા રહીશોમાં નાસભાગ મચી હતી અને સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો
વ્રજ રેસીડેન્સી નામની બિલ્ડિંગમાં ચોથા માળે જલ્પાબેન ચેતનભાઈ માંડવિયાના ફ્લેટમાં વહેલી સવારે અચાનક જ આગ લાગતા રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો વાંકાનેર પાલિકા પાસે ફાયરની કોઈ સુવિધા જ છે નહિ જેથી સ્થાનિકોએ પાલિકાના ફાયર વિભાગ પાસે મદદ માંગવાને બદલે જાતે આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો અને પાણીનો મારો ચલાવી સ્થાનિકોએ થોડીવારમાં આગ પર કાબુ મેળવી લીધો હતો જે આગની ઘટનામાં ઘરવખરીને નુકશાન થવા પામ્યું હતું જોકે કોઈ જાનહાની થઇ નથી જેથી તમામ રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો