Morbi,તા.09
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા. ૩૧ માર્ચથી તા. ૦૭ એપ્રિલ સુધીમાં શાળાઓ પૈકી ૦૫ સ્કૂલમાં ૫૩૦ વિદ્યાથી અને સ્ટાફને ફાયર પ્રિવેન્શન ટ્રેનીંગ આપવામાં આવી હતી તેમજ ફાયર પ્રિવેન્શન ભાગરૂપે શાળાઓનું ફાયર સેફટી સર્ટીફીકેટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ફાયર NOC ના હોય તેવી શાળાઓને નોટીસ આપવામાં આવી હતી અને જરૂરી ગાઈડલાઈન આપવામાં આવી હતી
તેમજ શ્રી પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ખાતે કમિશ્નર અને ડેપ્યુટી કમિશ્નરની હાજરીમાં ફાયર હાયડ્રન્ટ ડ્રીલ કરવામાં આવી હતી જેમાં કમિશ્નર અને ડેપ્યુટી કમિશનરે પણ ભાગ લીધો હતો કેમિકલ સ્પીલેજ કોલમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ફાયર સ્ટાફને સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યા હતા સરવૈયા દિગપાલસિંહ, મેટાલીયા હિતેશભાઈ, ગોહિલ મહેન્દ્રભાઈ, જાડેજા ભાગ્યરાજસિંહ, ભટ્ટ કિશનભાઈ, ચાવડા રીતેશભાઈ, નગવાડિયા પ્રિતેશભાઈ અન બાવળિયા વિમલભાઈને સર્ટીફીકેટ એનાયત કર્યા હતા