Amreli,તા.02
રાજસ્થાનના અજમેરમાં આવેલા ડિગ્ગી બજારમાં એક હોટલમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં ચાર લોકોના મોત થયા હતા. ગુરૂવારે (પહેલી મે) હોટલમાં આગ લાગતાં જ લોકો જીવ બચાવવા પાંચમા માળેથી કુદ્યા હતા. જેમાં અમરેલીનાં લાઠીના પતિ-પત્ની અને પુત્રએ જીવ ગુમાવ્યો હતો. જે અજમેર શરીફ દર્શન માટે ગયા હતા.
લાઠીના એકજ પરિવારનાં 3 લોકોએ જીવ ગુમાવ્યો
મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના અજમેરની નાઝ હોટલમાં આગ લાગી હતી. જેમાં અમરેલીમાં લાઠીના 30 વર્ષીય અલ્ફ્રેઝ નુરાની તેમની 26 વર્ષીય પત્ની શબનમબેન નુરાની અને ત્રણ વર્ષીય પુત્ર અરમાન નુરાનીનું મૃત્યુ નીપજ્યું હતું. એસીમાં બ્લાસ્ટ થવાના કારણે ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. અનેક લોકોએ હોટલમાંથી જીવ બચાવવા કૂદ્યા હતા. લાઠીના એકજ પરિવારનાં 3 લોકોએ જીવ ગુમાવતાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્રણેય મૃતદેહોને આજે વતન લાઠી લાવવામાં આવશે.