Amreli,તા.29
અમરેલીના કેરીયારોડ ઉપર આવેલ રોકડવાડી શેરી નં.2 ‘નર્મદા ભુવન’ માં રહેતાં સંજયભાઈ ઠાકરશીભાઇ કથીરીયા નામનાં 49 વર્ષીય વેપારી અમરેલી શહેરમાં સ્ટેશન રોડ ઉપર આવેલ અમૃત કોમ્પ્લેક્ષમાં પટેલ ટ્રેડર્સ નામે ફટાકડાનો વેપાર ધંધો કરતા હોય દિલ્હીના ફટાકડાના બન્ને વેપારીઓ પાસેથી અમરેલીના વેપારીએ ફટાકડાનો માલ 60 કાર્ટુન મંગાવેલ હતાં. જેનુ પેમેન્ટ રૂપિયા 1,98,100 લઇ લીધાં બાદ આરોપીઓએ પેમેન્ટ ઓળવી જઈ અને ફટાકડાના બદલે વેસ્ટ પ્લાસ્ટીકના 60 કાર્ટુન મોકલી આપેલ હતાં.
આમ બન્ને આરોપીઓએ અમરેલીના વેપારી સાથે રૂપિયા 1,98,100 ની છેતરપિંડી કર્યાની અમરેલી પોલીસમાં ફરિયાદ નોંધાય છે. ધારી તાલુકાના દેવળા ગામે રહેતાં અને ખેતી કામ કરતાં અશોકભાઇ બાલુભાઇ વસોયા નામનાં 48 વર્ષીય આધેડને કોઈ અજાણ્યા આરોપી વ્યકતી રવિ શર્મા જેના મોબાઇલ નં.9992037561 ધારક તથા વિજય પ્રકાશ પુજા મોબાઇલ નં.8824367877 ની સાથે લગ્ન કરાવી આપવાની લાલચ આપી તેમજ પ્લોટ મકાન અને ફોરવ્હીલ આપવાની લાલચ આપી ખેડૂત આધેડ પાસે અલગ-અલગ બેંકોમાં બેંક એકાઉન્ટ ખાતા ખોલાવડાવી અને તે બેંક એકાઉન્ટમાં અલગ-અલગ તારીખોએ અલગ અલગ રકમોની આ ખેડૂત પાસે માંગણી કરી અને તે ખાતામાં ખેડૂત પાસે રકમ તે ખાતામાં જમા કરાવી તે દરેક બેંક એકાઉન્ટના ખાતામાંથી કુલ રૂપિયા 8,03,600 બારોબાર ઉપાડી લઇ ખેડૂત સાથે ઓનલાઇન વિશ્વાસધાત છેતરપીડી કર્યાની ખેડૂતે એક મહિલા સહિત ત્રણ સામે પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

