Surendranagar ,તા.8
સુરેન્દ્રનગરમાં રહેણાંક મકાનમાં ફટાકડાના સ્ટોલ ન કરવા સૂચના અપાઇ છે. તથા 1000 લીટરની પાણીની ટાંકી રાખવા પણ આદેશ આપવામાં આવ્યા છે. ફટાકડા સ્ટોલ ઉપર વીજળી ઇલેક્ટ્રીક ઉપકરણો ન રાખવા, ફાયર સેફ્ટી ના સાધનો સાથે જ ફટાકડા ના સ્ટોલ ખોલવા અપાય સૂચના અપાઇ છે.
ચોટીલા પ્રાંત અધિકારીએ ફટાકડા વેચાણ કરતા સ્ટોલ ધારકો સાથે બેઠક યોજી 10 નિયમોના પાલન સાથે જ ફટાકડાના સ્ટોલ ખોલવા સૂચના આપી હતી. નિયમો વગર ધમધમતા ફટાકડા ના સ્ટોલ સીલ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી.
બેઠકમાં અઘ્યક્ષે મુદ્દાઓની કાળજી રાખવા વેપારીઓને સુચના આ5વામાં આવી હતી.
(1) નાયબ કલેકટર પ્રાંત- ચોટીલા તરફથી ફટાકડાનું વેચાણ તથા સ્ટોરેજ કરવા અંગેનું લાયસન્સ ફરજીયાત હોવુ જોઇએ.
(2) દુકાન ઉ5ર રહેણાંકનું મકાન આવેલ ન હોવુ જોઇએ.
(3) બે 5રવાનેદારના સ્થળ વચ્ચે 15 મીટરનું અંતર ફરજીયાત હોવુ જોઇએ.
(4) દુકાન ઉ5ર 1000 લીટર ક્ષમતાવાળી પાણીની ટાંકી મુકેલ હોવી જોઇએ.
(5) વિજળી ઇલેકટ્રેશન, ખુલ્લી જયોત ઉ5ર પ્રતિબંઘ રાખવાનો રહેશે.
(6) દુકાનની અંદરના ભાગે CO2 type fire extinguishers pf 4.5 kg capacity ( BIS approved ) તથા ABC type fire extinguishers of 6 kg capacity ( BIS approved ) ની બોટલો રાખવામાં આવેલી હોવી જોઇએ.
(7) દુકાનમાં પ્રવેશ દ્વારના ભાગે રેતી ભરેલી લોખંડની બે ડોલ મુકેલ હોવી જોઇએ.
(8) 200 લિટરનો વોટર ડ્રમ દુકાનની બહારના ભાગે રાખવાનો રહેશે.
(9) બીડી, સિગારેટ, માચીસ વિગેરે જેવી વસ્તુઓ ઉ5ર પ્રતિબંઘ છે તે અંગેનું બોર્ડ લગાવવાનુ રહેશે.
(10) એકઝપ્લોઝીવ રૂલ્સ 2008 અને સરકારશ્રીની વખતો વખતની ગાઇનલાઇન મુજબ વેચાણ તેમજ સ્ટોરેજ કરવાનુ રહેશે. વિગેરે