New Delhi તા.17
મશહુર સ્ટેન્ડ અપ કોમેડિયન અને એકટર કપિલ શર્માના કેનેડામાં આવેલ કેપ્સ કાફે પર સતત ત્રીજી વાર ફાયરીંગની ઘટના બની છે. જો કે આમાં જાનહાની નથી થઈ અને લોરેન્સ ગેંગે સોશિયલ મીડીયામાં આ ફાયરીંગની જવાબદારી લીધી છે.
કોમેડિયન કપિલ શર્મા છેલ્લા કેટલાય દિવસોથી લોરેન્સ ગેંગના નિશાનમાં છે. મશહુર કોમેડિયન કપિલ શર્માના કેનેડામાં આવેલ કેપ્સ કેફે પર ફરી એક વાર ફાયરીંગની ઘટના બની છે. લગભગ ચાર મહિનામાં આ ત્રીજી ફાયરીંગની ઘટના છે.
આ હુમલાની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી છે. છેલ્લા ચાર મહિનામાં કપિલ શર્માના રેસ્ટોરન્ટ પર ત્રીજી વાર આ ગોળીબારની ઘટના બની છે. ગેંગસ્ટર ગોલ્ડી ઢીલ્લો અને કુલદીપ સિદ્ધુએ સોશિયલ મીડીયા પર આ હુમલાની ક્રેડીટ લીધી છે. આ બંને લોરેન્સ બિશ્નોઈના ઓપરેશનનો ભાગ છે.
જાણવા મળતી વિગત મુજબ આ હુમલા દરમિયાન અડધો ડઝન જેટલી ગોળીઓ ચાલી હતી અને એક બારી તૂટી હતી. આ હુમલામાં જાનહાનીના કોઈ ખબર નથી. સોશિયલ મીડીયામાં હુમલાની જવાબદારી લેનાર ગોલ્ડી ઢીલ્લો અને કુલદીપ સિદ્ધુએ જણાવ્યું હતું કે અમારી સામાન્ય જનતા સાથે કોઈ દુશ્મની નથી, અમારો જેની સાથે ઝઘડો છે તે અમારાથી દુર રહે જે લોકો ગેરકાનુની કામ કરે છે, લોકોને પૈસા નથી આપતા તે પણ તૈયાર રહે.