Bihar,તા.21
બિહારમાં અપરાધીઓ બેખૌફ બન્યા છે. ગુરૂવારે કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયનાં ભાણેજની વચ્ચે થયેલી અથડામણ બાદ કેન્દ્રીય રાજયમંત્રી અને મુઝફફરપુરના સાંસદ રાજભુષણ નિષાદનાં મામા પર ફાયરીંગની ઘટના બની છે.ઘટનામાં મામા પર ફાયરીંગની ઘટનામાં કેન્દ્રીય મંત્રીના મામાના પગમાં બે ગોળી વાગી છે. તેમને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ કુંભી ગામમાં ગુરૂવારની રાતે બુકાનીધારી બાઈક સવાર ત્રણ બદમાશોએ કેન્દ્રીય જલ સંસાધન મંત્રી ડો.રાજભૂષણ ચૌધરી નિષાદનાં મામાને ગોળી મારી ઘાયલ કર્યા હતા.
ઘટનામાં ભરત સહનીનાં 48 વર્ષિય પુત્ર માલીક સહનીનાં પગમાં બે ગોળી વાગી છે. બદમાશોએ માલીકા સહનીની દુકાન પર લગભગ અડધો ડઝન ગોળી ચલાવી છે.