New Delhi, તા. 28
છ વર્ષના લાંબાગાળા બાદ કૈલાસ માનસરોવરની યાત્રા તા. 21 જુનથી શરૂ થયો છે. કોવિડના કારણે પ્રારંભમાં મુલત્વી રાખવામાં આવેલી આ યાત્રા બાદમાં ભારત અને ચીન વચ્ચે ગલવાન અથડામણના પગલે યાત્રા બંધ રાખવામાં આવી હતી અને બાદમાં બંને દેશો વચ્ચે યાત્રા માટે સમજુતી થઇ છે અને તા. 21થી આ યાત્રાનો પ્રારંભ થયો છે.
યાત્રાળુઓને પ્રથમ જથ્થો ચીનના શીયાન (તિબેટ) નજીક માનસરોવર પાસે પહોંચી ગયું છે અને અહીં યાત્રાળુઓ માટે ચીન અને ભારત બંને દ્વારા ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ચીનના ભારત ખાતેના રાજદુત શુ ફેન્ગહોઇએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી.
લખ્યું કે, તીર્થયાત્રીઓ દર્શનાર્થે પહોંચી ગયા છે એ ભારત અને ચીન વચ્ચે સંબંધોનો એક મહત્વનો પડાવ છે. ગઇકાલે ચીન ગયેલા ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ યાત્રા માર્ગ માટે સુવિધા આપવા બદલ ચીનના સંરક્ષણ મંત્રીનો આભાર માન્યો હતો.
એડમીરલ ડોન જુનએ પણ બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવા યુગનો પ્રારંભ કરવાની આવશ્યકતા દર્શાવી હતી અને સીમા સહિતના વિવાદો પણ હલ કરવાની અપીલ કરી હતી. રાજનાથસિંહે પોતાની પોસ્ટમાં લખ્યું કે, બંને દેશોએ હવે કોઇ નવા વિવાદ ઉભા કરવા જોઇએ નહીં.