New Delhi,તા.03
આજની સવાર ભારતીય મહિલા સ્પોર્ટ્સ માટે એક નવી આશા અને ઉર્જા લઈને આવી છે. 52 વર્ષ બાદ ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો છે. 1973 માં વિમેન્સ વર્લ્ડ કપની શરૂઆત થઈ હતી પણ ત્યારે આપણી ટીમે ભાગ ન્હોતો લીધો.
તે સમયે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા વિમેન્સ ક્રિકેટનું મેનેજમેન્ટ ન થતું હતું, ત્યારે વિમેન્સ ક્રિકેટ એસોસિએશન ઓફ ઇન્ડિયા અલગ હતું. 1975 માં સૌપ્રથમ વખત ભારતમાં ઇન્ટરનેશનલ સિરીઝ રમાઈ હતી જ્યારે ઓસ્ટ્રેલિયાના મહિલા ક્રિકેટરો ભારત રમવા આવ્યા હતા.
તેમના ત્રણ મેચ પુના, કોલકતા અને દિલ્હીમાં યોજાયા હતા. સિરીઝ પૂર્વે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ મહિલા ટીમ સાથે મુલાકાત યોજી હતી અને શુભેચ્છા પાઠવી હતી. તે સમયે શાંતા રંગાસ્વામી, ડાયના એડુલજી, શુભાંગી કુલકર્ણી, ઉજ્જવલા નિકમ, સુધા શાહ, શ્રીરૂપા બોઝ, સહિતના ક્રિકેટરો ટીમમાં સામેલ હતા.

