Mumbai,તા.05
શાહખ ખાનની આગામી ફિલ્મ કિંગની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. અભિનેતાની ડંકી ફિલ્મ આવી ત્યારથી મોટા પડદા પરથી ગાયબ છે અને તેની આગામી ફિલ્મ કિંગની તૈયારીમાં વ્યસ્ત હતો. હવે આખરે કિંગ મૂવીના અભિનેતાની પહેલી ઝલક સામે આવી છે, જેમાં તમે તેની ‘નેવર બિફોર લુક’ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો
શાહરૂખ ખાન પોતાનો 60મો જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. આ ખાસ અવસર પર ફિલ્મનાં ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે ચાહકોને એક મોટી સરપ્રાઈઝ આપી છે. એણે અભિનેતાની આગામી ફિલ્મ કિંગનું ટાઇટલ જાહેર કર્યું છે, જેણે ચાહકોને ઉત્સાહિત કરી દીધાં છે.
કિંગનું ટીઝર બહાર આવ્યું છે
વીડિયો ખુદ શાહરૂખ ખાનના તીવ્ર દેખાવ અને ઉત્તેજક અવાજથી શરૂ થાય છે. 1 મિનિટ 11 સેક્નડના આ વીડિયોની શરૂઆત શાહરૂખ ખાનના જોરદાર ડાયલોગથી થઈ હતી. મને યાદ નથી, સારા લોકો હતા કે ખરાબ, ક્યારેય પૂછવામાં આવ્યું ન હતું, ફક્ત તેમની આંખોમાં અનુભૂતિ જોઈ હતી કે આ તેમનો અંતિમ શ્વાસ હતો અને હું તેનું કારણ હતો. “100 દેશોમાં કુખ્યાત એક હજાર ગુનાઓ, વિશ્વએ માત્ર એક જ નામ આપ્યું કિંગ. શાહરૂખનો ડાયલોગ પણ ખૂબ જ શાનદાર છે..
અંતમાં શાહરૂખ ખાન કહે છે- ‘હું ડર નથી, દહેશત છું. એક મિનિટના આ વીડિયોમાં શાહરૂખ ખાનનો નિર્દય ગેંગસ્ટર અવતાર જોવા મળી રહ્યો છે. ફિલ્મનાં દ્રશ્યો એનિમલ ફિલ્મ કરતા વધુ ખતરનાક લાગે છે. આ વીડિયો શેર કરતા સિદ્ધાર્થ આનંદે કેપ્શનમાં લખ્યું, ‘100 દેશોમાં કુખ્યાત દુનિયાએ માત્ર એક જ નામ આપ્યું છે – કિંગ. કિંગ ટાઇટલ રિવીલ. ધ શોટાઇમ છે. ”
શાહરૂખની કિંગ ક્યારે રિલીઝ થશે?
આ ફિલ્મ આવતા વરસે રિલીઝ થશે. તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. આ ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત સુહાના ખાન, દીપિકા પાદુકોણ અને અરશદ વારસી જેવા કલાકારો મહત્વના રોલમાં છે.

