મેચ ભારતીય સમય પ્રમાણે સવારે ૯ વાગ્યે શરૂ થશે
Perth, તા.૧૬
ભારતીય ક્રિકેટ ટીમODI શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. આ શ્રેણીમાં ત્રણ મેચ રમાશે, જે ૧૯ ઓક્ટોબરથી પર્થમાં શરૂ થશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ફરી એકવાર શ્રેણીમાં રમતા જોવા મળશે, તેથી તેને લઈને ઘણી ઉત્સુકતા છે. ત્યારે એ જાણી લઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI શ્રેણીમાં મેચ કયા સમયે શરૂ થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી મેચ રવિવાર, ૧૯ ઓક્ટોબરના રોજ રમાશે. બીજી મેચ ગુરુવાર, ૨૩ ઓક્ટોબરના રોજ રમાશે. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ શનિવાર, ૨૫ ઓક્ટોબરના રોજ રમાશે. પહેલી મેચ પર્થમાં રમાશે, બીજી મેચ એડિલેડમાં અને ત્રીજી સિડનીમાં રમાશે.
આ મેચો ભારતીય સમય પ્રમાણે સવારે ૯ વાગ્યે શરૂ થશે. આ શ્રેણી વનડે શ્રેણી છે, તેથી મેચ સવારે ૯ વાગ્યે શરૂ થશે અને ટોસ તેના અડધા કલાક પહેલા થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ્યારે પણ મેચ હોય ત્યારે ઉત્સાહ ચરમસીમાએ હોય છે, પરંતુ આ વખતે રોહિત અને કોહલીને કારણે ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ શ્રેણીમાં રોહિત અને કોહલીનું પ્રદર્શન નક્કી કરશે કે તેઓ કેટલા વર્ષો સુધી રમી શકશે.
શુભમન ગિલ પહેલીવાર ભારતનીODI ટીમનું નેતૃત્વ કરશે. તેણે અગાઉT20 અને ટેસ્ટમાં સેવા આપી છે, પરંતુર્માં ODI આ તેની પહેલી તક છે. શુભમન ગિલ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓ સાથે કેવી રીતે અનુકૂલન સાધે છે તે જોવું રસપ્રદ રહેશે.