Morbi,તા.28
માર્કેટ ચોકમાં ટાઉન હોલ પાસે પોલીસે રેડ કરી જાહેરમાં જુગાર રમતા પાંચને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી હતી એક ઇસમ નાસી ગયો હતો જેથી પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમે માર્કેટ ચોક ટાઉન હોલ પાસે બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં ટાઉન હોલના ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા સંદીપ અંબારામભાઈ માંડાણી, હાર્દ સતીશચંદ્ર ઓઝા, આકાશ સતીશચંદ્ર ઓઝા, સલીમ દાઉદ વળગામા અને મનીષ જગદીશ ભાટટી એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૮૭૦ જપ્ત કરી છે આરોપી મુકેશ નાજા ગોહેલ નાસી જતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે