Morbiતા.08
વાંકાનેર શહેરમાં નદીના ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા પાંચને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે આઝાદ ગોલાવાળી શેરી પાછળ નદીના ખુલ્લા પટમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા અનિલભાઈ રમેશભાઈ સુવાળીયા, જયસુખભાઈ જીતુભાઈ સુવાળીયા, અનિલભાઈ ગુલાબભાઈ માંગરોલીયા, નામ ઈસ્માઈલ મામદ શેખ અને હુશેન રાયબ કટિયા એમ પાંચ જુગારીને ઝડપી લઈને રોકડ રૂ ૧૯૫૦ જપ્ત કરી છે