Morbi,તા.19
ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રૂ ૬૪૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઇન્દિરાનગરમાં ખોડીયાર માંના ચોકમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા કાનજીભાઈ રામજીભાઈ સુરેલા, રાજુભાઈ મગનભાઈ સુરેલા, કિશોરભાઈ મેરૂભાઈ ધોળકીય, ત્રિભોવનભાઈ બચુભાઈ સનુરા અને પ્રવીણભાઈ રામજીભાઈ સુરેલા એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૬૪૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે