Morbi,તા.25
બૌદ્ધનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને પોલીસે રોકડ રૂ ૩૭૦૦ સાથે ઝડપી લઈને જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે બૌદ્ધનગર શેરી નં ૦૪ માં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા કેશુભાઈ પેથાભાઈ ટુંડિયા, કાંતિભાઈ અરજણભાઈ પરમાર, બાબુભાઈ ગંગારામભાઈ ગોહિલ, મહેશભાઈ અર્જુનભાઈ પરમાર અને તેજાભાઈ ટપુભાઈ પારઘી એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૩૭૦૦ જપ્ત કરી છે