Surendranagar,તા.11
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક પોલીસ એજન્સી સહિતની ટીમોએ નશાકારક કફ સિરપના ગેરકાયદે વેચાણ સામે ઝુંબેશ ચલાવી ચાર સ્થળે દોરોડો પાડી રૂ.૨૮,૩૯૧ની કિંમતનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અલદ-અલગ દરોડામાં પાંચ શખ્સ ઝડપાયા હતા જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. નશાકારક કફ સિરપનું વેચાણ કરનારા તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદ ગ્રામ્ય એસઓજી, બાવળા, ચાંગોદર અને સાણંદ પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા નશાકારક કફ સિરપના વેચાણને લઇ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં બાવળામાં એસઓજી ટીમે કાવીઠા ગામના ગજેન્દ્રસિંહ વજુભાઈ રાઠોડને એક્ટિવામાં નશાકારક કફ સિરપની હેરાફેરી કરતા ઝડપી પાડયો હતો. તેની પાસેથી રૂ.૭,૯૬૦ની ૪૦ કફ સિરપ બોટલ અને રૂ.૧૦,૦૦૦ ની એક્ટિવા સહિત કુલ રૂ.૧૭,૯૬૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.