Morbi,તા.17
ગાંધી ચોકમાં જાહેરમાં ચલણી નોટોના નંબર પર હારજીતનો નસીબ આધારિત નોટ નંબરી જુગાર રમતા પાંચ જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૩૧૫૦ જપ્ત કરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગાંધી ચોકમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા અબ્બાસ અકબર ખુરેશી, નીતિન તરશી ચાવડા, સફી તારમામદ મોટલાણી, મનીષ મહાદેવ મ્હાલીયા અને ભાવેશ જેન્તી ઠક્કર એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૩૧૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે