Morbi,તા.27
નાના ખીજડીયા ગામે આરોપીના મામા પર કેસ થયો હતો જે કેસ ફરિયાદી યુવાને કરાવ્યાની શંકા રાખી મહિલા સહિતના પાનાચ ઇસમોએ યુવાનને ઢીકા પાટું માર મારી પછાડી દઈને ઈજા કરી તેમજ યુવાનની પત્નીના વાળ પકડી પછાડી દેતા યુવાન આરોપીઓના ડરથી ફિનાઈલ પી લેતા બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા ભરત મનસુખભાઈ ગોહિલ (ઉ.વ.૨૪) નામના યુવાને આરોપીઓ હિમેશ નરોતમ ચૌહાણ, હિરેન પરષોતમ ચૌહાણ, ગૌરવ આલજી ચૌહાણ, નરોતમ વાઘજી ચૌહાણ અને ગૌરીબેન નરોતમભાઈ ચૌહાણ રહે બધા નાના ખીજડીયા તા. ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી હિમેશ ચૌહાણના મામા ઉપર અગાઉ મોરબીમાં કેસ થયો હતો જે કેસ ફરિયાદી ભરતભાઈએ કરાવ્યાની શંકા રાખી આરોપી હિમેશ, હિરેન અને ગૌરવ ઢીકા પાટું માર મારી પછાડી દઈને યુવાનને ઈજા પહોંચાડી હતી તેમજ આરોપી નરોતમ અને ગૌરીબેન પાછળથી આવી ઢીકા પાટું માર મારી આરોપી ગૌરીબેને ફરિયાદીના પત્નીના વાળ પકડી પછાડી દઈને ઈજા કરી હતી અને આ લોકો મારી નાખશે તેવી બીકે ફરિયાદી ભરતભાઈ પોતાની જાતે ફિનાઈલ પી લીધું હતું ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે