Gondal,તા.૧૨
ગોંડલના ગુંદાળા ફાટક પાસે શ્રીજી એલ્યુમિનિયમ નામની પેઢીની ઓફિસમાં માલિક અને તેના ચાર મિત્રો દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસે પાંચેય પ્યાસીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુંદાળા રોડ ઉપર આવેલ એસ.બી.આઇ એ.ટી.એમની સામે આવેલ શ્રીજી એલ્યુમીનીયમની ઓફીસની અંદર દ્રારકેશભાઈ કાબુભાઈ વધાસીયાએ પાર્ટી રાખેલ છે. આ પાટીમાં બહારથી પ્યાસીઓ બોલાવી ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી સેવન કરાઈ રહ્યું છે. હાલ દારૂની મહેફીલ ચાલુ હોય પોલીસની ટીમે રેઇડ કરતા દ્રારકેશભાઇ કાળુભાઈ વધાસીયા, સાગરભાઈ રમેશભાઈ ભાલાળા , જયદીપભાઇ અશ્વીનભાઇ ભાલાળા , અમીતભાઇ કિશોરભાઈ વધાસીયા , સંદીપભાઈ વીઠલભાઈ વધાસીયા અટકાયત કરી મેડિકલ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.