₹ 1.10 કરોડનો મુદ્દામાલ સીઝ કરવા ઉપરાંત ખનીજ કચેરી દ્વારા કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે વધુ બે ગેરકાયદેસરખાણ કામ કરવા સબબ ₹3.03 કરોડનો દંડ ફટકારતા ચકચાર
Kodinar તા ૧૯
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરતાં ઈસમો વિરૂદ્ધ છેલ્લા એક માસથી કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે
કોડીનાર તાલુકાના ઘાટવડ ખાતે ખાનગી માલીકીના સર્વે નં-૪૦૩/૧ પૈકી ૨ વાળી જમીનમાં શાંતિબેન ભગવાનભાઇ રાઠોડ દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરવામાં આવતું હતું. આ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ-૧૦,૫૯૭ મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનું જણાયું હતું. જેની ખનીજ કિંમત કુલ રકમ રૂ.૫૩.૪૦ લાખની દંડની રકમ વસુલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ જ રીતે કોડીનારના ઘાટવડ ખાતે ખાનગી માલીકીના સર્વે નં-૩૧૪ પૈકી વાળી જમીન જમદગ્નિ આશ્રમના વહીવટદાર શ્રી હરીદાસ ગુરૂ દર્શનદાસ ઉદાસીન દ્વારા કોઇ પણ પ્રકારની મંજુરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરવામાં આવતું હતું. આ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ-૪૯,૭૦૬ મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનું જણાયું હતું. જેની ખનીજ કિંમત કુલ રકમ રૂ.૨.૫૦ કરોડ જેની દંડની રકમ વસુલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ, ઉપરોક્ત ઇસમો દ્વારા કુલ ૬૦,૩૦૩ મે.ટન બિલ્ડીંગ લાઇમસ્ટૉન ખનીજની ચોરી કરવા બદલ કુલ રકમ રૂ. ૩.૦૩ કરોડની ખનિજ ચોરી કરવા બદલ વહીવટી તંત્ર દ્વારા દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ખાણ-ખનીજ કચેરીની તપાસ ટીમ દ્વારા જિલ્લામાં સઘન વાહન ચેકિંગ કરી અને ખનીજનું બિનઅધિકૃત વહન કરવા બદલ ૦૫ વાહનોની અટકાયત કરી રૂ. ૧.૧૦ કરોડનો મુદ્દામાલ સીઝ કરી દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા સિંઘવ નાગદાનભાઇ ટીડાભાઇના વાહન ટ્રેકટર નં.GJ-11-CD-2536માં ભરેલ બિ.લાઇમસ્ટોન ખનીજ વહન કરવા માટેનો રોયલ્ટીપાસ કે ડીલીવરીપાસ વગર કુલ-૪ મે.ટન બિ.લાઇમસ્ટોન ખનિજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરવામાં આવ્યું હતું.
આ જ રીતે બોસ્તાર રાહુલભાઇ માત્રાભાઇના વાહન ડમ્પર નં.GJ-13-AW-8632(16 tyre)માં ભરેલ સેન્ડસ્ટોન(નોર્મલ) ખનીજ વહન કરવા માટે ડિલીવરી પાસનો સમયપૂર્ણ થયા બાદ કુલ-૩૩.૫૧૪ મે.ટન સેન્ડસ્ટોન(નોર્મલ) ખનિજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરાયું હતું.
ઉપરાંત ભરતભાઇ સોલંકીના વાહન ડમ્પર નં.GJ-36-V-5014(12 tyre)માં ભરેલ બ્લેકટ્રેપ ખનીજ વહન કરવા માટે રોયલ્ટી પાસનો સમયપૂર્ણ થયા બાદ કુલ-૩૩.૫૯૦ મે.ટન બ્લેકટ્રેપ ખનિજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરાયું હતું.તેમજ રૂતુરાજસિંહ આર. ઝાલાના વાહન ડમ્પર નં.GJ-03-CU-3005(12 tyre)માં ભરેલ બ્લેકટ્રેપ ખનીજ વહન કરવા માટે રોયલ્ટી પાસમાં દર્શાવેલ જથ્થા કરતા વધુ ૧૦.૨૦૦ મે.ટન બ્લેકટ્રેપ ખનિજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરવામાં આવ્યું હતું.આ જ રીતે ભરતભાઇ સોલંકીના વાહન ડમ્પર નં.GJ-36-V-5015(12 tyre)માં ભરેલ બ્લેકટ્રેપ ખનીજ વહન કરવા માટે રોયલ્ટી પાસમાં દર્શાવેલ જથ્થા કરતા વધુ ૧૦.૮૯૦ મે.ટન બ્લેકટ્રેપ ખનિજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરવામાં આવ્યું હતું.આ તમામ સીઝ કરેલા વાહનોને કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, ઇણાજ ખાતે રાખવામાં આવ્યાં છે.

