Jasdan તા. 29
જુમ્મા મસ્જિદના હોલ ખાતે તા.26 જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઓલ ઇન્ડિયા ફેડરેશન યુથ વિગ મેમણ જમાત જસદણ ઓલ મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
મદ્રસા એ રઝવીયા ગુલશને ઈસ્લામ જસદણ નાં બાળકો સાથે મુફતી અવેસ રઝા સાહેબ હાજરી આપી હતી અને રાષ્ટ્રીય ધ્વજ જુમ્મા મસ્જિદનાં ઈમામ સાહેબ દ્રારા લહેરાવ્યો આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, યુવાનો તથા નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાષ્ટ્રધ્વજ વંદન સાથે દેશપ્રેમના સંદેશા આપવામાં આવ્યા અને એકતા તથા ભાઈચારાનો સુંદર ઉદાહરણ રજૂ થયુ હતું તેમ વેલકમ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનનાં ઝોનલ સેક્રેટરી રફીકભાઈ રાવાણીની યાદી જણાવે છે.

