Punjab,તા.02
પંજાબના અનેક જિલ્લાઓમાં રવિવાર રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે વરસાદના કારણે સતલજ, બિયાસ અને રાવી નદીઓમાં પૂર આવતા ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ વિનાશકારી ઘટના વચ્ચે, પંજાબી ગાયક-અભિનેતા દિલજીત દોસાંજ, એમી વિર્ક, સોનુ સૂદ, સંજય દત્ત સહિત ઘણા કલાકારો પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે.
સોનુ સૂદે પોતાના ‘X’ હેન્ડલ પર એક ભાવુક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે ફિરોઝપુર, તરનતારણ અને ફાઝિલ્કા જેવા વિસ્તારોની સ્થિતિ પર પ્રકાશ પાડ્યો છે. લોકોને મદદ માટે આગળ આવવા પ્રોત્સાહિત કરતા તેમણે કહ્યું, ‘પંજાબ મારી આત્મા છે. ભલે બધું જ જતું રહે, હું પાછળ નહીં હટું. અમે પંજાબી છીએ, અમે હાર માનતા નથી.’ તેમની બહેન માલવિકા સૂદ પહેલાથી જ જમીની સ્તરે રાહત સામગ્રીનું વિતરણ કરી રહી છે.