Rajkot : તા.29
રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફનો તુમાખીભર્યો વ્યવહાર સામે આવ્યો. જાણીતા લોકગાયિકા મીરા આહિરના ભાઈને ઈમરજન્સીમાં 50 મિનિટ સુધી દાખલ ન કર્યો. એટલું જ નહિ ફાઈલનો છુટ્ટા હાથે ઘા કર્યો. ત્યારે ગાયિકાએ વીડિયો બનાવી તંત્ર પાસેથી તેનો જવાબ માંગ્યો.
રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરીવાર વિવાદમાં આવી છે. અગાઉ પણ લોકસાહિત્યકાર હકભા ગઢવીને રાજકોટ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો. ત્યારે હવે લોકસાહિત્યકાર અને સિંગર મીરાબેન આહિરને સિવિલનો કડવો અનુભવ થયો છે. મીરાબેન આહિર એ સિવિલના તંત્રની કામગીરીને લઈને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો.
ગુજરાતમાં વધુ એક સિંગર અને લોકસાહિત્યકારને સિવિલ હોસ્પિટલનોનો કડવો અનુભવ થયો. રાજકોટ ના મીરા આહિરના ભાઈનું ગઈ કાલે પરવડી ચોક પાસે બાઇક સ્લીપ થતાં ગંભીર અકસ્માત થયું હતું. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે મીરા આહિરના ભાઈને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
ત્યારે તેઓનો કોઈએ કેસ નોંધ્યો નહીં ઉપરાંત કોઈ હાથ પણ લાગવા તૈયાર ન થાય 50 મિનિટ સુધી સારવાર વગર જ મીરાબેન આહિરના ભાઈ કાનાભાઈ સારવાર માટે રઝળતા રહ્યા. થોડી વાર બાદ જ્યારે મીરાબેન હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેઓએ કેસ કઢાવી જાતે સ્ટ્રેચરમાં ભાઈ ન લઈ જઈ ચોથા માળે પહોંચાડયા હતા.
કોઈ સ્ટાફ સભ્ય લઈ જવા તૈયાર ન થતાં મીરાબેને જાતે સ્ટ્રેચર ખેંચી તેમના ભાઈને સારવાર માટે ચોથા માળે લઈ ગયા હતાં. પરંતુ ત્યાં પણ તેઓ સારવારને બદલે તોછડાઈ ભર્યા વર્તનનો સામનો કરવો પડ્યો. લાંબા સમય સુધી સારવાર ન મળતાં અંતે મીરાબેને પોતાના ભાઈને સિનર્જી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અને ત્યાં તેઓને સારવાર મળી હતી.
આ અંગે મીરાબેને સાંજ સમાચાર સાથે વાત કરતા જણાવ્યુ કે, મારા 21 વર્ષના ભાઈનું ગઈકાલે અકસ્માત થયું હતું. જેમાં તેણે માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે તેને સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી સેવા લઈ જવામાં આવ્યો ત્યારે કોઈ ડોક્ટર કે સ્ટાફ સારવાર આપવા આવ્યું નહીં.મારો ભાઈ 50 મિનિટ સુધી સારવાર માટે રઝળપાટ કરતો રહ્યો. સ્ટાફના લોકો હસતાં રહ્યા પરતું સારવાર ન આપી.
આ ઘટના નો મીરા બેને વીડિયો બનાવ્યો છે. જેમાં તેઓ સાથે થયેલ ગેરવર્તન જોવા મળી રહ્યું છે. વીડિયોમાં મીરાબેને કહ્યું કે, તેઓ તેમના ભાઈને સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા.
ત્યાર 45 મિનિટ સિવિલ રહ્યા બાદ પણ કોઈએ કેસ ન લખ્યો. ઈમરજન્સી વિભાગમાં કામ કરતા ડોક્ટર અને સ્ટાફએ ગેરવર્તન અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો મીરાબેને આક્ષેપ કર્યો.
મીરાબેન વીડિયોમાંએ પણ આક્ષેપ કર્યો કે, સિવિલ સ્ટાફ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ’કેસ નથી દાખલ કરવો તારાથી જે થાય એ કરી લે.’ મીરાબેને વીડિયો બનાવી સિવિલ હોસ્પિટલ પાસે તેમણે કરેલા આક્ષેપોનો જવાબ માંગ્યો છે.