Surendranagar,તા.10
દીવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકોના જનઆરોગ્યની સલામતી સુનિશ્ચિત કરવા માટે સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલમાં ભેળસેળ થતી હોવાની વ્યાપક ફરિયાદો તેમજ ડિસ્કો તેલ વેચાતું હોવાનું ધ્યાને આવતા તંત્ર સફાળું જાગ્યું છે. જેના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પુરવઠા વિભાગની ટીમે સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું હતું.
જિલ્લામાં વેચાતા ખાદ્યતેલની ગુણવત્તા અને શુદ્ધતા જાળવવાના હેતુથી ફૂડ સેફ્ટીની ટીમે ખાદ્યતેલનું ઉત્પાદન કરતી બે કંપનીઓ પર તપાસ કરી હતી. તપાસ દરમિયાન, વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બે કંપનીઓ ગાયત્રી એન્ટરપ્રાઇઝ અને શ્રી હરી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે સ્થળ પરની તપાસ કરવામાં આવી હતી.