કાર અને શરાબની ૧૩૬ બોટલ સાથે બુટલેગરની ધરપકડ
Upleta
ઉપલેટા તાલુકાના મોટીપાનેલી નજીક હાઇવે પરથી પેટ્રોલિંગ દરમિયાન ભાયાવદર પોલીસે કારમાંથી વિદેશી દારૂની ૧૩૬ બોટલ મળી, રૂ. ૨.૨૬ લાખના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ કરે છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોટીપાનેલી ગામે નજીક ખારચિયા ગામ થી ભાયાવદર રોડ ઉપર ભાયાવદર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન, અલટો કાર શંકાસ્પદ જણાતા તેને અટકાવી , કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૧૩૬ બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને કાર મળી, રૂ. ૨.૨૬ લાખના મુદ્દામાલ સાથે મોટી પાનેલી ગામે આવેલી ગૌશાળા પાસે રહેતો જયદીપ ભાયભાઈ બઢ નામના બુટલેગરની ધરપકડ કરી છે. આ દરોડાની કામગીરી ભાયાવદર પીઆઇ વી સી પરમાર, હેડ કોન્સ્ટેબલ વશરામભાઈ, જયેશભાઈ અને કોન્સ્ટેબલ હરેશભાઈ ખટાણા સહિતના સ્ટાફે બજાવી છે.