Surendranagarતા.28
સુરેન્દ્રનગર શહેર અને જિલ્લો જાણે કે વિદેશી દારૂનું આપ બની ગયું હોય તેવી રીતે અનેકવાર સામે આવ્યું છે અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી જ વિદેશી દારૂ પસાર થતો હોવાનું પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક કડક વલણના હોવા છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક જગ્યાઓએ દેશી વિદેશી દારૂનું વેચાણ થતું હોવાનું પણ સામે આવી રહ્યું છે.
ત્યાર સુરેન્દ્રનગર શહેરના વઢવાણ બી ડિવિઝન વિસ્તારમાં આવેલા આંબેડકર ચોક વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે અને આ વિદેશી દારૂ સુરેન્દ્રનગર વઢવાણના બી ડિવિઝન વિસ્તારમાં આવતા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ વિદેશી દારૂનું વેચાણ કરતા હોવાનું હાલમાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ત્યારે કડક અધિકારી અને કડક અધિકારીની છાપ હોવા છતાં પણ વિદેશી દારૂનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે ત્યારે કોના ઈશારા ઉપર આ વેચાણ થતું હશે તેની પણ લોકોમાં હાલમાં ચર્ચા શરૂ થઈ છે અને જ્યારે જ્યારે આ ભાજપના કાર્યકર્તાને ત્યાં દરોડા પડે છે ત્યારે આ કાર્યકર્તા હાજર મળતો નથી કે તેની ધરપકડ કરવામાં આવતી નથી.
એવું પણ હાલમાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોક વિસ્તારમાં જ્યારે બરોડા પડ્યા છે ત્યારે દારૂ મળ્યો છે પરંતુ આરોપી મળ્યો નથી ત્યારે સુરેન્દ્રનગર શહેરના વઢવાણ બી ડિવિઝન અધિકારીઓ પણ અવારનવાર દરોડા પાડે છે ત્યારે આરોપી ઝડપવામાં તેમની લીલાશ રાખવામાં આવે છે તેવી પણ હાલમાં લોકોમાં ચર્ચા જાગી છે ત્યારે વઢવાણના બી ડિવિઝન અધિકારીઓ સામે ડીએસપી કેવા પ્રકારના પગલાં લે છે તે પણ હવે જોવાનું રહ્યું છે ત્યારે હાલમાં ભાજપના કાર્યકર અને કાર્યકર્તા ના રેણાક વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે
સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે આંબેડકરનગર-1 વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાંથી રૂ।.5,20,560ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.પોલીસ ટીમને ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દારૂના જથ્થા અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ રહેણાંક મકાન હિતેશ ઉર્ફે બોટી કનુભાઈ દુલેરાનું છે. જોકે, દરોડા સમયે આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે હિતેશ ઉર્ફે બોટી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટે વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર સિટી બીડિવીઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન કોન્સ્ટેબલ દિનેશભાઈ સાવધરીયા અને ધર્મેન્દ્રસિંહને બાતમી મળી કે આંબેડકરનગર 1 રીવરફ્રન્ટ પાસે હિતેશભાઇ ઉર્ફે બોટી કનુભાઇ દુલેરાએ પોતાના રહેણાંક મકાનવાળી શેરીમાં નજીકમાં આવેલા ખંડેર મકાનમાં ગેરકાયદે વિદેશી દારૂની બોટલો તથા બીયર ટીનનો સંગ્રહ કરેલો છે.આથી આ સ્થળે પોલીસે રેડ કરતા જુદી જુદી બ્રાંડની 384 વિદેશી દારૂની બોટલો તેમજ 48 જેટલા બીયરના ટીન સહિત કુલ રૂ।. 5,20,560નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
જો કે, આ રેડ દરમિયાન હિતેશભાઇ કનુભાઇ દુલેરા સ્થળ પર મળી આવ્યા ન હતા. આ રેડમાં પીએસઆઈ એ.આર. ડાંગર, નરેન્દ્રસિંહ, હારૂનભાઈ, અજયસિંહ, ધવલભાઈ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી. આ બનવામાં બી ડિવીઝન પોલીસ મથકમાં હિતેશભાઇ કનુભાઇ દુલેરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

