શરાબની ૩૦ બોટલ સાથે શખ્સની ધરપકડ: જૂનાગઢની મહિલા સપ્લાયરની શોધ ખોળ
Rajkot,તા.14
શહેરની લોઢાવાડ સોસાયટીની બાજુમાં આવેલા રામનગરમાં મકાનમાંથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂનો દરોડો પાડી, મકાનમાંથી શરાબની ૩૦ બોટલ સાથે શખ્સને ઝડપી લીધો છે. જ્યારે જૂનાગઢની મહિલા સપ્લાયનું નામ ખુલતા , તેની શોધ ખોળ હાથ ધરી છે.બનાવવાની પ્રાપ્ત વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, રામનગર શેરી નંબર ૪માં રહેતો અને ભંગારનો ધંધો કરતો મનોજ ચંદુલાલ અવલાણી નામનો શખ્સે તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે.બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની ૩૦ બોટલ સાથે બુટલેગર મનોજ અવલાણીની ધરપકડ કરી છે. ઝડપાયેલા શખ્સની પોલીસે દારૂ અંગે પૂછપરછ કરતા તેને જૂનાગઢમાં ભાટિયા ધર્મશાળા રોડ પર આવેલી સોમનાથ ડેરીની બાજુમાં રહેતી રીટા ધર્મેશભાઈ પુરબીયા નામની મહિલા પાસેથી દારૂ મંગાવી અંગેની કબુલાત આપી હતી, પોલીસે રીટા પુરબિયા વિરુદ્ધ ગુનો નોંધી તેણીની શોધ ખોળ હાથ ધરી છે.