શરાબની ૭૨ બોટલ સાથે બુટલેગર નયન પરમાર ની ધરપકડ: સપ્લાયરની શોધ ખોળ
Rajkot,તા.10
શહેરના ૧૫૦ ફોટો રીંગરોડ નજીક આવેલા નાણાવટી ચોક પાસે નંદનવન આવાસ યોજનાના ક્વાર્ટરની અગાસી પરથી વિદેશી દારૂની ૭૨ બોટલ સાથે બુટલેગરની
ગાંધીગ્રામ 2(યુનિ. પોલીસે) ધરપકડ કરી છે. જ્યારે સપ્લાયરનું નામ ખુલતા તેની શોધખોળ હાથધરી છે.હાલ ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે શહેર પોલીસ વધુ સક્રિય બની છે.ત્યારે ગાંધીગ્રામ 2 ( યુનિ. પોલીસ) ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે , નંદનવન આવાસ યોજનાના બ્લોક નંબર ૧૩ની અગાસી પર વિદેશી દારૂનો જથ્થો , નંદનવન આવાસમાં
બ્લોક નંબર ૮માં રહેતો નયન પ્રભુભાઈ પરમાર નામના શખ્સે છુપાવ્યો છે. યુનિવર્સિટી પોલીસની ટીમ નંદનવન આવાસ યોજના ના ક્વાર્ટરની અગાસી પર પહોંચી , રૂ. ૨૪ હજારની કિંમતની વિદેશી દારૂની ૭૨ બોટલ સાથે બુટલેગર નયન પરમારની ધરપકડ કરી છે. ઝડપાયેલા શખ્સની દારૂ અંગે પૂછપરછ કરતા તેને વિદેશી દારૂ નંદનવન આવાસ માં રહેતો જય અતુલભાઇ મકવાણા આપી ગયો હોવાની કબુલાત આપી હતી. પોલીસે બંને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી , સપ્લાયર જય મકવાણાની શોધ ખોળ હાથ ધરી છે. આ દરોડાની કામગીરી ગાંધીગ્રામ 2( યુનિ. પોલીસ)ના પીઆઇ એચ એન પટેલના માર્ગદર્શન હેઠળ, પીએસઆઇ વી જી ડોડીયા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ ગોપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે કરી હતી.