380 બોટલ શરાબ, કાર ,મોબાઈલ અને ડીવીઆર મળી રૂપિયા 14.83 લાખનો મુદ્દામાલ કબજે :બુટલેગર ફરાર
Upleta,તા.04
ઉપલેટા તાલુકાના ઢાંક ગામે રમેશ ઉર્ફે રામો પોલા ઓડેદરા ના મકાનમાં ભાયાવદર પોલીસે દરોડો પાળી રૂપિયા 4.67 લાખની કિંમતનો 380 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે પોલીસે કાર બે મોબાઈલ , ડીવીઆર અને દારૂ મળી 14.83 લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલા મકાન માલિકની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ દારૂબંધીનો કડક અમલ કરવા ઇન્ચાર્જ એસ.પી સિમરન ભારદ્વાજએ આપેલી સૂચનાને પગલે ભાયાવદર પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ઢાંક ના રાજપરા રોડ પર પીડી માલીયા સ્કૂલની બાજુમાં રહેતો રમેશ ઓડેદરા નામનો શખ્સ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો કટીંગ માટે છુપાવ્યો હોવાની એ.એસ.આઇ રોહિતકુમાર ને મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ બોરીયા અને દિલીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. મકાનમાં અલગ અલગ બ્રાન્ડની રૂપિયા 4.67 લાખની કિંમતની 380 બોટલ દારૂ મળી આવ્યો હતો. ત્યારે હાજર મહિલા ને પૂછપરછમાં આ દારૂનો જથ્થો તેના પતિ રમેશ ઉર્ફે રામા મંગાવ્યા હોવાનું અને તે આ દારૂનો જથ્થો કારમાં લાવ્યા ની પોલીસે મકાનમાંથી મળી આવેલા બે મોબાઈલ, કાર ,દારૂ અને સીસીટીવી ફૂટેજનું ડીવીઆર મળી ₹14.83 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. દરોડા ની ગંધ આવી જતા બુટલેગર રમેશ ઓડેદરા નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. તેને ઝડપી લેવા દોડધામ આદરી છે.