Gondal તા.9
ગોંડલ નાં વોરાકોટડા રોડ પરથી એલસીબીએ રીક્ષામાંથી વિદેશી દારુની રુ.1,29,750 ની કિંમતની 260 નંગ બોટલ સાથે એક શખ્સ ને ઝડપી લઇ રૂ.1,59,750 નો મુદ્દામાલ કબ્જે કરી દારુનો જથ્થો પુરો પાડનાર બુટલેગરની શોધખોળ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ એલસીબી પીઆઇ ઓડેદરા,પીએસઆઇ ગોહેલ, બાલકૃષ્ણ ત્રીવેદી,જયવિરસિંહ રાણા,અનિલભાઈ ગુજરાતી સહિત પેટ્રોલીંગમાં હતા ત્પારે જીજે 03 એયુ 2106 નંબર ની ઓટોરીક્ષા લઇ પસાર થઇ રહેલા આવાસ ક્વાર્ટરમાં રહેતા સરફરાજ ઉર્ફ નોડી હુશેન શેખ ને અટકાવી રીક્ષાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારુનો જથ્થો મળી આવતા સરફરાજની અટક કરી પૂછપરછ કરી હતી. દારુનો જથ્થો વોરાકોટડા રોડ પર રહેતા બુટલેગર જયેશ ઉર્ફ ટકો ગાંડુભાઇ મોવલીયા એ મોકલ્યાનુ કહેતા પોલીસે જયેશ ને પકડવા તજવીજ હાથ ધરી છે.

