બી ડિવિઝન પોલીસે દરોડો પાડી 1103 બોટલ શરાબ અને કાર મળી 9.71 લાખનો મુદ્દા માલ કબજે કર્યો: બુટલેગર ની શોધ ખોળ
Gondal,તા.04
રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક શ્રી હોટલ પાસેથી કારમાંથી રૂપિયા 2.71 લાખની કિંમતના વિદેશી દારૂ પી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે 1103 બોટલ દારૂ અને કાર મળી 9.71 લાખનો મુદ્દામાંલ કબજે કરી નાસી છૂટેલા કાર ચાલકની શોધખો હાથ ધરી છે. શ્રાવણ માસના તહેવારો અને 15 ઓગસ્ટ પૂર્વે બુટલેગરો મોટા પાયે વિદેશી દારૂ ધુસાડવાની પેરવી કરી રહા ની જિલ્લા પોલીસ વડા હિમ કરસિંહ એ આપેલી સૂચનાને પગલે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એલ આર ગોહિલ સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે વિદેશી દારૂ નો જથ્થો ભરેલો જીજે 9 બીએચ 34 97 નંબરની કાર જેતપુર હાઈવે પર આવેલી શ્રી હોટલ પાસે પડી હોવાની મળેલી બાતમીના આધારે એ.એસ.આઇ મદનસિંહ ચૌહાણ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ કોન્સ્ટેબલ ઓમ દેવસિંહ સુરપાલસિંહ હિતેન્દ્રસિંહ અને વિપુલભાઈ સહિતના સ્ટાફે દરોડો પાડી રેડી પડેલી કારની તલાસી લેતા જેમાંથી 2.171 લાખની કિંમતના વિદેશી દારૂ મળી આવતા પોલીસે 1103 બોટલ દારૂ અને કાર મળી ₹9.71 લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલા કાર ચાલકની કારના નંબરના આધારે શોધખોળ હાથ ધરી વિદેશી દારૂના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.