સ્થાનિક પોલીસે દરોડો પાડી વાડીની ઓરડીમાં છુપાવેલો 1123 બોટલ શરાબ કબજે કર્યો વાળી માલિક ફરાર
Bhavnagarતા.04
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામની વાળી ની ઓરડીમાં છુપાવેલો રૂપિયા 4.07 લાખના વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે પોલીસે સ્થાનિક પોલીસે દરોડો પાડી 11 23 બોટલ શરાબ કપ છે કરી નાશી છૂટેલા વાડી માલિકની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ તહેવારો પૂર્વે ભાવનગર શહેર અને જિલ્લામાં વિદેશી દારૂબંધીનો કડક અમલ કરવા એસ.પી હર્ષદ પટેલે આપેલી સૂચનાને પગલે તળાજા પોલીસ મથકના પીઆઇ એબી ગોહિલ સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે ટીમાણા ગામે રહેતો ભાવેશ ઉર્ફે બોલો ગોવિંદ કોતર નામના શખ્સે પોતાની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ એમ એ ગોહિલ કોન્સ્ટેબલ સામતભાઈ પીનકભાઈ સહિતના તાબે દરોડો પાડયો હતો બરોડા દરમિયાન વાડીમાં આવેલી હોલડીમાં છુપાવેલો 1123 બોટલ દારૂ મળી આવતા પોલીસે 4.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ત્યારે દરોડા દરમિયાન નાશી છૂટેલા ભાવેશ ઉર્ફે બોલો કોતરની શોધખોળ હાથ ધરી છે