મોરબી જિલ્લામાં કટીંગ થાય તે પૂર્વે 836 પેટી શરાબ, ટ્રક ,મોબાઇલ અને રોકડ મળી 60.37 લાખનો મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ
Rajkot,તા.12
રાજકોટની ભાગોળે આવેલી ખોખરદળી નદી નજીક એસએમસીએ પાડેલા દરોડામાં રૂપિયા 24.23 લાખની કિંમતના વિદેશી દારૂ ઝડપાયેલા ગણતરીની જ કલાકોમાં રાજકોટ અમદાવાદ ધોરી માર્ગ પર આવેલા બામણબોર ચેકપોસ્ટ નજીક ટ્રકમાંથી રૂપિયા 59.29 લાખની કિંમતનો 836 વિદેશી દારૂની પેટી સાથે બાડમેર ના ટ્રકના ચાલકની ધરપકડ કરી છે પોલીસ પાસમાં આ દારૂનો જથ્થો મોરબી જિલ્લામાં કટીંગ થાય તે પૂર્વે જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ છે દરોડો પાળી દારૂ ટ્રક મોબાઈલ મળી રૂપિયા 69.37 લાખની કિંમતનો મુદ્દા માલ કબજે કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે . વધુ વિગત મુજબ રાજકોટ શહેરમાં વિદેશી દારૂ અને જુગાર ની બધી ડામી દેવા પોલીસ કમિશનર બ્રિજેશ જા એ આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ એમઆર ગોંડલીયા એમ એલ ડામોર અને સીએચ જાદવ સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે જીજે 6 એ એક્સ 63 50 નંબરના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહ્યા હોવાની હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોરીચા દીપકભાઈ ચૌહાણ અને કોન્સ્ટેબલ વિશાલભાઈ દવેને મળેલી બાતમીના આધારે પી.એસઆઈ વી ડી ડોડીયા, હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ અગ્રાવત સંજયભાઈ રૂપાપરા ગીરીરાજસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફે બામણબોર ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી ત્યારે વોચ દરમિયાન પુરપાટ ઝડપે આવતા ઉપરોક્ત નંબરના ટ્રકને અટકાવી તલાસી લેતા જેમાંથી રૂપિયા 59.29 લાખની કિંમતની 836 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે રાજસ્થાનના બાડમેર જિલ્લાના પુરક સિંહ સુજાનસિંહ રાજપુરોહિત નામના ટ્રક ચાલકની ધરપકડ કરી છે પોલીસે ટ્રક વિદેશી દારૂ મોબાઈલ સહિતનો મળી રૂપિયા 59.37 લાખનો મુદ્દામાં કબજે કર્યો છે ઝડપાયેલા શક્ષ પુરકસિંહ રાજપુરોહિતની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો કર્ણાટકથી ભરી મુંબઈ વાપી સુરત વડોદરા , બગોદરા, લીમડી, ચોટીલા, રાજકોટ થઇ બેડી ચોકડી થઈ ટંકારા તરફ લઈ જવા ની કબુલાત આપી હતી પરંતુ તે પહેલા જ બામણબોર ચેકપોસ્ટ પાસે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ના હાથે વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતા બુટલેગરોમાં મચી જવા પામી છે