Bhavnagar તા.21
ભાવનગરમાં ચકચાર બચાવનાર ત્રીપલ હત્યા કેસના આરોપી ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા એ પોલીસ રિમાન્ડ દરમિયાન પોતાની પત્ની અને બાળકોની હત્યા પ્રેમિકાને પામવા કરી હોવાનું જણાવ્યું હતું.
ભાવનગર શહેરના ફોરેસ્ટ કોલોનીમાં વન વિભાગના અધિકારીએ તેની પત્ની અને બે બાળકોને હત્યા કરી લાશ ખાડામાં નાખી દીધી હતી પોલીસે હત્યારા શૈલેષ ખાંભલાને ઝડપી કોર્ટમાંથી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે .શૈલેષ ખાંભલા ની પૂછપરછ કરતા એક મોટો ખુલાસો સામે આવ્યો છે .જેમાં શૈલેષ ખાંભલાને વન વિભાગમાં ફરજ બજાવતી એક યુવતી સાથે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હોય જેના કારણે યુવતીને પામવા આ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.
હાલ ભાવનગરની પોલીસે આ યુવતી ની અટક કરી તેની પૂછપરછ હાથ ધરી છે. જોકે ખૂની ખેલ બનાવમાં પ્રેમિકાની સંડોવણી ન હોય પોલીસે તેનું નામ ગુપ્ત રાખ્યું છે.આમ ભાવનગરના ક્લાસ વન અધિકારીએ પ્રેમિકાને પામવા પોતાની પત્ની તેમજ બે માસુમ બાળકોની હત્યા કરી છે. પોતાની માતા ક્યાં છે તે સવાલનો જવાબ આપવાનો ન પડે તે માટે પત્ની બાદ બે માસુમ બાળકોનો પણ ભોગ લીધો છે.આ બનાવે સમાજ માં પણ ભારે ફિટકાર વરસાવ્યો છે. આરોપી શૈલેષ ના પિતાએ પણ કડક સજા આપવા નિવેદન કર્યું છે.
આરોપીને ફાંસીની માંગ
દરમ્યાન સુરત ખાતે ત્રણેય મૃતકોની શોકસભા રાખવામાં આવી હતી .જે દરમિયાન શોકસભામાં આવેલા પરિવારના સંબંધીઓએ પણ આરોપી શૈલેષ ખાંભલા નના નિર્દય ભરેલા કૃત્ય ને લઈ આરોપીને ફાંસી આપવાની શોક સભામાં માંગ કરી કેન્ડલ માર્ચ કાઢી હતી. પણ આરોપી વિરૂધ્ધ કડક પગલાં ભરવા અંગે રેલી યોજાઇ હતી.
વીજતાર પડતા ખેડુતનું મોત
ભાવનગર જિલ્લામાં જેસરના બિલા ગામે વીજ કરંટ લાગવાથી એક ખેડૂતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઙૠટઈકની બેદરકારીના કારણે 11 કેવીનો વીજ તાર તૂટી પડતા આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે.મૃતક ખેડૂતનું નામ નાથાભાઈ કુરજીભાઈ કાછડીયા છે.
તેઓ પોતાની વાડીમાં બેઠા હતા ત્યારે ઉપરથી પસાર થતો 11 કેવીનો વીજ તાર અચાનક તૂટી પડ્યો હતો. તાર તૂટતા જ તેમને ગંભીર ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો અને તેમનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ વીજ વિભાગ પર સમયસર સમારકામ ન કરવાની અને જાળવણીમાં બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે.

