New Delhi,તા.૨૦
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીનું બેટ ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં નિષ્ફળ ગયું. તેણે આઠ બોલનો સામનો કર્યો અને ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો. વિરાટ લાંબા સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યો હતો. ચાહકો તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખતા હતા, પરંતુ તેના નિષ્ફળ પ્રદર્શને બધાને નિરાશ કર્યા. દરમિયાન, મેચ પછી, ટીમ ઈન્ડિયાના બોલર અર્શદીપ સિંહે વિરાટ કોહલી વિશે મોટું નિવેદન આપ્યું.
અર્શદીપ માને છે કે આગામી મેચોમાં વિરાટ પોતાનું ફોર્મ પાછું મેળવશે અને ચોક્કસપણે મોટી ઇનિંગ્સ રમશે. સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા ટાંકવામાં આવેલા, અર્શદીપે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે વિરાટ કોહલીએ ભારત માટે ૩૦૦ થી વધુ મેચ રમી છે, તેથી ફોર્મ તેના માટે ફક્ત એક શબ્દ છે. તે જાણે છે કે કેવી રીતે આગળ વધવું. તેની સાથે એક જ ડ્રેસિંગ રૂમમાં રહેવું હંમેશા આશીર્વાદરૂપ હોય છે. મને વિશ્વાસ છે કે તે આ શ્રેણીની બાકીની મેચોમાં ઘણા રન બનાવશે. જ્યારે કોહલીના ફક્ત એક જ ફોર્મેટ રમવાના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું ત્યારે, અર્શદીપે કહ્યું કે તેણે વનડે ફોર્મેટમાં નિપુણતા મેળવી લીધી છે. મને ખબર નથી કે તે તેના વિશે શું વિચારે છે, પરંતુ હું તેની સાથે વાત કરીશ અને કદાચ હું આગામી પ્રેસ કોન્ફરન્સમાં તેના વિશે કંઈક કહી શકીશ.
ડાબા હાથના ઝડપી બોલરે એમ પણ કહ્યું કે તે હજુ સુધી શુભમન ગિલની મર્યાદિત ઓવરની કેપ્ટનશીપ શૈલીથી બહુ પરિચિત નથી, પરંતુ આશા વ્યક્ત કરી કે યુવા કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માની જેમ બોલરનો નેતા સાબિત થશે. અર્શદીપે કહ્યું, “મેં અત્યાર સુધી બહુ ઓછીર્ ંડ્ઢૈં રમી છે, તેથી તફાવત કહેવું મુશ્કેલ છે. પરંતુ હું કહીશ કે વિરાટ અને રોહિત બંને બોલરો માટે સારા કેપ્ટન રહ્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું, “ગિલે અમારી દરેક યોજનાને ટેકો આપ્યો અને અમને મુક્તપણે બોલિંગ કરવાની સ્વતંત્રતા આપી. તેમનો સંદેશ સ્પષ્ટ હતોઃ તમારી ક્ષમતા બતાવો અને રમતનો આનંદ માણો.”