London, તા.૨
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ૫મી ટેસ્ટનો ત્રીજો દિવસ ચાલી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં બંને ટીમો વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળી હતી. ટીમ ઇન્ડિયા માટે શ્રેણી દાવ પર છે. આ દરમિયાન, ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્મા ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહોંચી ગયો છે. ચાહકો ઘણીવાર હિટમેનને જોવા માટે ઉત્સુક હોય છે. ત્યારે કરો યા મરો મેચ જીતવા માટે શુભમન ગિલને રોહિત શર્મા મદદ કરી શકે છે.રોહિત શર્મા ટીમ ઇન્ડિયાના સૌથી બેસ્ટ કેપ્ટનોમાંના એક છે. તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાએ ઘણી સિરીઝ જીતી છે. આ સિરીઝમાં પણ દરેક તેને યાદ કરી રહ્યા છે. હિટમેને મે મહિનામાં અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે જ અઠવાડિયે વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું. જોકે બંનેની આશ્ચર્યજનક નિવૃત્તિ એક મોટો મુદ્દો સાબિત થઈ, હિટમેને તેને પોતાનો નિર્ણય ગણાવ્યો.
ઓવલ ટેસ્ટ પહેલાથી જ એક રોમાંચક વળાંક પર પહોંચી ગઈ હતી. હવે રોહિત શર્માની હાજરી આ મેચના આકર્ષણમાં વધારો કરશે. મેચની મધ્યમાં રોહિતની મજેદાર શૈલી પણ જોઈ શકાય છે. રોહિત શર્મા આવતાની સાથે જ ઓવલમાં પ્રવેશવાનો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે રોહિત આ મેચનો આનંદ કેવી રીતે માણે છે.
ટીમ ઈન્ડિયા મેચમાં આગળ હોય તેવું લાગે છે. કેએલ રાહુલ અને સાઈ સુદર્શનનું બેટ બીજી ઇનિંગમાં ના ચાલ્યું. ટીમ ઈન્ડિયાએ બીજા દિવસે જ આ બે બેટ્સમેન ગુમાવી દીધા હતા. પરંતુ બીજા છેડેથી ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલ જવાબદારી સંભાળી. આકાશ દીપ તેને ટેકો આપવા માટે મેદાનમાં છે. હાલમાં, ટીમ ઈન્ડિયા ૧૧૮ રનથી આગળ છે.