Islamabad તા.20
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અક્રમ સામે રમત ગમત સાથે સંકળાયેલ સટ્ટાબાજી એપ જુગાર અને સટ્ટેબાજી સાથે જોડાવવા અને તેને પ્રોત્સાહન આપવા મામલે ફરિયાદ થઈ છે.
ફરિયાદી મુહમ્મદ ફૈઝે લાહોરમાં રાષ્ટ્રીય સાઈબર અપરાધ એજન્સીમાં ફરિયાદ નોંધાવતા સટ્ટાબાજી એપનો કથીત રીતે પ્રચાર કરવા માટે અક્રમ સામે કાનૂની કાર્યવાહીની માંગ કરી છે.
ફૈઝે અક્રમ સામે તે વિદેશી ઓનલાઈન સટ્ટાબાજ એપ ‘બાઝી’ સાથે જોડાયેલો હોવાનો આરોપ લગાવ્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાનનો આ પૂર્વ ફાસ્ટ બોલર આ સટ્ટાબાજી એપ બ્રાન્ડને પ્રમોટ કરી રહ્યો છે જેના કારણે સામાન્ય લોકોમાં આ સટ્ટાબાજી એપમાં રૂચી વધી ગઈ છે.
ફરિયાદીએ એનસીસીઆઈએને આગ્રહ કર્યો છે કે ઈલેકટ્રોનીક અપરાધ અધિનિયમ 2016 અંતર્ગત અકરમ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.