Rajkotતા.29
ધ્રોલ રાજકોટ હાઈવે રોડ પર વાંકીયા ગામની સીમમાંથી જીરાની ચોરી થયાની ફરિયાદની તપાસમાં ધ્રોલ પોલીસે ગણતરીનાં દિવસોમાં બે કાર સાથે 4 આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
ધ્રોલ પોલીસ સ્ટેશનમાં વાંકીયા ગામેથી જીરાના પાકની ચોરી થયાની ફરિયાદમાં પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી અને એ.એસ.આઈ. વનરાજભાઈ મકવાણા, કલ્પેશભાઈ કામરીયા, પો.કોન્સ. રઘુવીરસિંહ જાડેજાએ વોચ ગોઠવી આરોપી વિજય ઉર્ફે બેરીયો મુકેશભાઈ સોલંકી રે.ભગવતીપરા, રાજકોટ, રાકેશ ઉર્ફે રાહુલ મુકેશભાઈ સોલંકી રે.ગુલાબનગર, રાજકોટ, સુનીલ ભીખુ પરમાર રે. આવાસ કવાર્ટર રાજકોટ, સંજય ઉર્ફે મુકેશ જીણા સોલંકી રે. રૂખડીયાપરા રાજકોટ હાલ ફુલઝર, તા.જસદણને ફોર વ્હીલ કાર જી.જે.11 સી.એલ. 8315, બલેનો કાર નં. જી.જે.03 એન.કે.3239 મોબાઈલ નંબર-3 સાથે ઝડપી લઈ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
આરોપીઓમાં વિજય ઉર્ફે બેરીયો સોલંકી અને રાકેશ ઉર્ફે રાહુલ સોલંકી ગોંડલ, જેતપુર, જુનાગઢ, જામનગર, રાજકોટના ગુનાઓમાં સંડોવાયેલ છે. પડધરી તાલુકાના દેપાળીયા ગામ પાસે બે વાર જીરાની ચોરી કર્યાની કબુલાત આપી છે.
આ કામગીરી ધ્રોલ પો.સ્ટે.ના પો.ઈન્સ. એચ.વી.રાઠોડ તથા એ.એસ.આઈ. વનરાજભાઈ એમ.મકવાણા તથા પો.હેડ કોન્સ. કલ્પેશભાઈ ડી. કામરીયા તથા હરદેવસિંહ જે.જાડેજા તથા લાખાભાઈ એલ.સોઢીયા તથા જયેશભાઈ કે.દલસાણીયા તથા પો.કોન્સ. રઘુવીરસિંહ ચંદુભા જાડેજા તથા કરણભાઈ એન.શીયાર તથા મનીષભાઈ એમ.વાડોલીયા તથા નાગજીભાઈ પી.ગમારા તથા મેહુલભાઈ એસ.જાદવનાઓ દ્વારા કરવામાં આવેલ છે.