Rajkot,તા.15
શહેરના કોઠારીયા મેઈન રોડ પર આવેલા વિનોદ નગરમાં મકાનમાં જુગાર રમતા ચાર શખ્સોને ભક્તિનગર પોલીસે ઝડપી લઇ , જુગારના પટમાંથી રૂ.૧૦.૫૦૦ ની રોકડ કબ્જે કરી છે.બનાવની પ્રાપ્ત વિદેશ મુજબ , કોઠારીયા મેઇન રોડ પર આવેલા વિનોદ નગર શેરી નંબર ૮માં ” શ્રી બ્રમહાણી કૃપા”માં રહેતો હરેશ બાબુભાઈ પોકર નામનો શખ્સ તેના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી ભક્તિનગર પોલીસની ટીમને મળી હતી. બાતમીના આધારે મકાનમાં જુગારનો દરોડો પાડી, જુગટુ રમતાં હરેશ પોકર, મુકેશ રામજીભાઈ ગોસાઈ, પિયુષ ભુપતભાઈ પરમાર અને પ્રવીણ જસમતભાઈ શેખલીયા નામના પત્તા પ્રેમીઓને ભક્તિનગર પોલીસે ઝડપી લઇ, જુગાર ના પટમાંથી રૂ.૧૦. ૫૦૦ની રોકડ કબ્જે કરી છે.