Dhoraji,તા.28
ધોરાજી- જુનાગઢ રોડ ઉપર આવેલા ભાર્ગવ પ્લાસ્ટિકના કારખાના નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી ભુજ ધોરાજી તાલુકા પોલીસને બાતમી મળી હતી. પોલીસે કારખાના નજીક જુગટુ રમતા, અમિત સુરેશભાઈ ખુંટ, વસંત હરિભાઈ ઢોલરીયા, કિશોર ગોપાલભાઈ ઝાંસલીયા અને બટુક બચુભાઈ વૈષ્ણવ નામના પત્તા પ્રેમીઓને ધોરાજી તાલુકા પોલીસની ટીમે ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ.૧૦.૪૦૦ની રોકડ કબ્જે કરી છે.