3100 લિટર પેટ્રોલિયમ પદાર્થ, ત્રણ વાહન અને ચાર મોબાઈલ મળી રૂપિયા 27.85 લાખનો મુદ્દામાલ કબજે
Virpur,તા.1
રાજકોટ પોરબંદર ધોરી માર્ગ પર આવેલા વિરપુર પાસે અંકુર હોટલ નજીક ગેરકાયદે રીતે જવલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીના વેચાણ પર પોલીસે દરોડો પાડી 3100 લીટર જવલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી અને ત્રણ વાહનો મળી રૂપિયા 27.85 લાખનો મુદ્દામાં સાથે ચાર શખ્સોને ધરપકડ કરી નાસી છૂટેલા બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે. ઠાકોર વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં ભેળસેળ યુક્ત પદાર્થનું વેચાણ થતું હોવાનું જિલ્લા પોલીસ વાળા હિમકરસિંહને મળેલી માહિતીના આધારે તમામ પોલીસ મથકો અને મહત્વની બ્રાન્ચોને પેટ્રોલિંગ હાથ ધરી કડક હાથે કામગીરી કરવા આપેલી સૂચનાને પગલે વિરપુર પોલીસ મથકના પીઆઇ એસજી રાઠોડ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી. એ દરમિયાન જેતપુરના વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ધારેશ્વર પાસે આવેલ અંકુર હોટલ પાછળ ભેળસેળયુક્ત જવનશીલ પેટ્રોલિયમ ગેરકાયદેસર વેચાણ કરતા કમલેશ દિનેશભાઈ વાંક(રહે. વીણભાઈ રબારીકા, જેતપુર), જયવંત જીવકુભાઈ હુદળ, (રહે. જેતલસર), સુલતાન મહમદ લાખાણી (રહે, નવાગઢ, જેતપુર), ઈમ્તિયાઝ ઈબ્રાહીમ તરકવાડીયા, (રહે, હાલ નવાગઢ, મૂળ ભીલવાડા સર્કલ ભાવનગર) તેમજ અન્ય આરોપી જે પકડવા પર બાકી છે. જસકુ જીતુભાઈહુદળ (રહે. જેતલસર) તમામ લોકો ગેરકાયદેસર રીતે ઈન્ડસ્ટ્રીઝયલ ઓઈલના નામે ભળતા ભેળસેળ યુકત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો નાના ટેન્કરમાં લાવીને બહારથી આવતી ટ્રકોમાં ભરી આપતા હોવાની બાતમી મળી હતી. જેથી દરોડો પાડતાં ત્યાંથી પેટ્રોલીયમ પ્રવાહી લીટર ૩૧૦૦ કિંમત રૂા. ૨,૨૦,૧૦૦, સ્ટોરેજ કરવા માટેની લોખંડની ટાંકી – ૨, કિંમત રૂ.૨૦,૦૦૦ તેમજ ડિસ્પેન્સર મશીન નંગ ૧ જેમની કિંમત રૂપિયા ૨૫,૦૦૦, બોલેરો પીકપ, અશોક લેલન ટ્રક તેમજ મોબાઇલ મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૨૭,૮૫, ૧૦૦ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે નાસી છૂટેલા જીતુભાઈ અને ધર્મેશ લક્ષ્મણ ઠુંમર ની શોધખોળ હાથ ધરી છે.