Morbi,તા.09
મોરબી જીલ્લામાં આપઘાત અને અપમૃત્યુના ચાર બનાવો પ્રકાશમાં આવ્યા છે મોરબીની સબ જેલમાં કેદી તરીકે રહેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા કોર્ટમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા જોકે વૃદ્ધ બીમારી સામે હારી ગયા હતા અને મોત થયું હતું તમામ બનાવો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે
પ્રથમ બનાવમાં મૂળ જામ ખંભાલીયાના રહેવાસી ભરતભાઈ વ્રજલાલ પરમાર (ઉ.વ.૬૪) નામના વૃદ્ધ લેન્ડ ગ્રેબિંગ ગુનાના કામે મોરબી સબ જેલમાં હતા ગત તા. ૦૨ જુલાઈના રોજ બીમારી સબબ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને કોર્ટનો ચુકાદો આવતા આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ વૃદ્ધની સારવાર ચાલતી હતી અને રાજકોટ સારવારમાં મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે બીજા બનાવમાં મોરબીના શનાળા રોડ પર ઉમિયાનગર સોસાયટી રામદેવ પેલેસના રહેવાસી નિખીલભાઈ મથુરભાઈ ભાલીયા (ઉ.વ.૨૫) નામના યુવાન ગત તા. ૦૮ ના રોજ પોતાના ઘરે હોય ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું
ત્રીજા બનાવમાં હળવદના રામદેવપીર મંદિરવાળી શેરીમાં રહેતા સુરજ્ભાઈ કાઠી (ઉ.વ.૪૨) નામના આધેડ સવારના સમયે પડી જતા ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે હળવદ બાદ મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો સારવાર દરમિયાન મોત થયું હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે ચોથા બનાવમાં મોરબીના વાવડી રોડ ગાયત્રીનગરના રહેવાસી કલ્પેશ મનસુખભાઈ બસિયા (ઉ.વ.૩૩) નામના યુવાન ગત તા. ૦૪ ના રોજ ટંકારાના લજાઈ નજીક આવેલ મોરબી એન્જીનીયરીંગ વર્કસ કારખાનામાં વેલ્ડીંગ કામ કરતો હતો ત્યારે પતરા પરથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે