Morbi,તા.05
મોરબી જીલ્લાના ચાર તાલુકામાં અકસ્માત અપમૃત્યુના ચાર બનાવો નોંધાયા છે જેમાં યુવતી સહીત ચાર વ્યક્તિના મોત થતા પોલીસે તમામ બનાવો મામલે વધુ તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં મોરબીના ખરેડા ગામના રહેવાસી સુરેશભાઈ છગનભાઈ બજાણીયા (ઉ.વ.૪૨) નામના આધેડ છ સાત દિવસથી બીમાર હતા અને ભૂખ્યા પેટે દવા લેતા હતા સમયસર જમતા ના હોવાથી એકદમ વામીટો થવા લાગતા અર્ધબેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં બીમારી સબબ મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે બીજા બનાવમાં મૂળ રાજસ્થાનના વતની સુરપાલસિંગ વીરસિંગ તનવર (ઉ.વ.૨૨) નામના યુવાન ગત તા. ૦૪ ના રોજ માળિયા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
ત્રીજા બનાવમાં મૂળ જામનગરના વતની અને હાલ ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટીના રહેવાસી વિજયભાઈ સવજીભાઈ પાટડીયા (ઉ.વ.૩૦) નામના યુવાને તા. ૦૩ ના રોજ સાંજના સુમારે પોતાના રૂમના બંને દરવાજા અંદરથી બંધ કરી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું ટંકારા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે ચોથા બનાવમાં હળવદના સર રોડ વસંત પાર્ક સોસાયટીમાં રહેતી દિયાબેન જીગ્નેશભાઈ હડીયલ (ઉ.વ.૨૧) નામની યુવતી ગત તા ૨૭-૦૭ ના રોજ પોતાના ઘરે હોય ત્યારે માથામાં દુખાવો થતા સારવાર માટે હળવદ અને બાદમાં મોરબી ખસેડાઈ હતી જ્યાં સારવારમાં યુવતીનું મોત થયું હતું હળવદ પોલીસે બનવાની નોંધ કરી તપાસ ચલાવી છે